________________
૧૧૦
વ્યાનાતક
૩. ચારિત્રભાવના હવે ચારિત્રભાવનાનું સ્વરૂપ અને એના ગુણ બતાવે છે –
વિવેચન –ચારિત્રભાવના એટલે ચારિત્રને અભ્યાસ. જેનાથી અનિન્દ્રિતપણે ચરે-વિચરે એનું નામ ચરિત્ર. લેક અને જ્ઞાનીની નજરમાં અનિંદ્ય વર્તાવ જે પશમથી થાય, એ ક્ષપશમને “ચરિત્ર” “ચારિત્ર કહેવાય. ત્રીજી પ્રત્યાખ્યાનાવરણ કષાય ક્રોધમાન-માયા-લોભની ચેકડીને જ્યારે ક્ષપશમ કરવામાં આવે, એથી એ ક્રોધ-લેભાદિકર્મના વિપાક-ઉદય અટકી જાય, ત્યારે આત્મા ખરેખર સર્વવિરતિભાવમાં આવે છે. એના લીધે પછી, પેલા ક્રોધાદિ કષાય અને હિંસાદિ–અવિરતિના ગે જે નિંદ્ય વાણું–વિચાર-વર્તાવ ચાલતા હતા, એ અટકી જાય છે, અને ક્ષમાદિ ૧૦ યતિધર્મના તથા જ્ઞાનાચારાદિ પંચાચારના પ્રશસ્ત વાણું–વિચાર–વર્તાવ ચાલે છે. આ ચારિત્રને અભ્યાસ કરાય એનું નામ ચારિત્રભાવના. એથી આત્મા એ ભાવિત થાય છે, એ રંગાઈ જાય છે કે પછી એ ધ્યાન સુખેથી કરી શકે છે.
ચારિત્રજીવનમાં ત્રણ વસ્તુ છે, (૧) આશ્રાની અટકાયત, (૨) બાર પ્રકારના તપનું સેવન, અને, (૩) સમિતિ–ગુપ્તિ આદિ શુભ પ્રવૃત્તિ.
એથી ત્રણ પ્રકારનાં ફળ નીપજે છે–(૧) આશ્રવનિરોધથી નવાં કર્મ બંધાતા અટકે છે, (૨) તપ–સેવનથી પૂર્વબદ્ધ થક