________________
શુકલધ્યાન
૩૧૪
जह चिरसंचियमिधणमनला पवनसहिआ दुयं दहह । तह कम्मेधणममियं खणेण झाणाणलेा डहइ ॥ १०१ ॥
અર્થ –જેમ પવનસહિત અગ્નિ દીર્ધકાળના પણ એકત્રિત કરેલ ઈંધણ શીઘ ભસ્મીભૂત કરી દે છે, એમ ધ્યાનરૂપી અગ્નિ પણ ક્ષણવારમાં અપરિમિત કર્મબંધનને બાળી દે છે. વિવેચન –ધ્યાન એ કમરેગની ચિકિત્સા –
તાવ વગેરે વ્યાધિ આવે ત્યારે વિઘો પહેલાં મૂળ નિદાન શોધે છે. પછી એ મૂળ દેષને શમાવી દેવા યાને ઊખેડી નાખવા દરદીને વિશેષણ યાને લંઘન કરાવી દેને પકવી નાખે છે. પછી વિરેચન-જુલાબ આપી એને નિકાલ કરે છે. બાદ બીજી ઔષધિઓ આપી રોગોનું તદ્દન નિવારણ કરી આરોગ્ય બક્ષે છે.
એવી રીતે આત્મા પર વરસતી અનેકવિધ પીડાઓના મૂળમાં કર્મરોગ છે; એનું શમન-નિવારણ ધ્યાન અને અનશન આદિથી થાય છે. અહીં “આદિ' શબ્દથી ધ્યાન–વૃદ્ધિ કરનાર બીજા પણ ઊદરિકા-દ્રવ્ય સંકોચ યાદિ તપના પ્રકાર સમજી લેવા. એ બધાથી ધ્યાન–વૃદ્ધિ થઈ કમરેગનું શમન થાય છે.
(૬) વળી, ૬ હું ઈધન–અગ્નિનું દષ્ટાન્ત, વિવેચનઃ-ધ્યાન એ કમેંધનદાહક દાવાનલ
લાંબા કાળથી કાષ્ટ-ઘાસ વગેરે ઇધન એકત્રિત થયા હોય, અને એના પર જે અગ્નિ પડે, સાથે પવન ફૂંકાતે હોય, તે એ અગ્નિ એ ઈધનના ઢગને શીધ્ર બાળીને ભસ્મીભૂત કરી દે છે. બસ, કર્મરૂપી ઈંધણ માટે ધ્યાન આવું જ કામ કરે છે