________________
રૌદ્રધ્યાન રૌદ્રધ્યાન પણ ૪ પ્રકારે છે,- ૧. હિંસાનુબંધી, ૨. મૃષાનુબંધી, ૩. તેયાનુબંધી, અને ૪. સંરક્ષણાનુબંધી, શ્રી ઉમાસ્વાતિવાચકવર્ચે તત્વાર્થ મહાશાસ્ત્ર (અ. ૯, સૂ. ૩૬) માં કહ્યું છે, “હિંસા-ડતૃત–સ્તેય–વિષય-સંરક્ષણે રૌદ્રમ.”
અર્થાત્ હિંસા, જૂઠ, ચેરી અને ઈન્દ્રિયવિષયનાં સંરક્ષણ માટે શૈદ્રધ્યાન થાય છે. “રૌદ્ર” એટલે ભયાનક, યાને આત કરતાં અતિ ક્રૂર ઉગ્ર. આ હિંસાદિ ચારમાંથી ગમે તે એક પર ચિત્ત ક્રૂર ચિંતનમાં ઊતરી જાય છે ત્યાં રૌદ્રધ્યાન લાગું થયું કહેવાય.
કર્મબંધનું જજમેન્ટ ધ્યાન પર – અહીં ધ્યાનમાં રહે કે આમાં હિંસાદિ ક્રિયા આચરવાની વાત નથી, હિંસા કશી ન કરતો હોય, વાણુથી જૂઠ કાંઈ પણ બોલતો ન હોય, છતાં મનમાં એ કરવા–બોલવાને ક્રૂર ઉગ્ર અભિપ્રાય, ચિંતન, ચેટ એ રૌદ્રધ્યાન છે. જેવું આર્તમાં એવું રૌદ્રમાં કાયાથી પ્રવર્તવાનું કે વાણીથી બલવાનું કહ્યું હોય નહિ, પણ માત્ર મનથી એનું દઢ ચિંતન કરે એ આર્ત-રૌદ્રધ્યાન છે, ત્યારે ચોવીસે કલાક મન તે કાંઈને કાંઈ ચિંતવતું હોય