________________
૨૩૦
ધ્યાન
કોઈ જ કારણ નથી. તેથી એમનાં વચન એમની આજ્ઞા ટંકશાળી સત્ય છે. એમનું કહેલું યથાસ્થિત જ છે. અહે ! કેવી કેવી અનંત કલ્યાણરૂપ તથા ત્રિક-પ્રકાશક, સૂક્ષ્મ સદ્દભૂત પદાર્થબોધક, સન્માગદેશક, વિદ્વત-જન–માન્ય, અને સુરાસૂરપૂજિત એમની આજ્ઞા !
આ ચિંતન અનુચિંતનથી સકલ સત્યવૃત્તિના પ્રાણુભૂત શ્રદ્ધાને પ્રવાહ અખંડ વહેતે રહે છે.
(૨) અપાયરિચયમાં,–“અહો! અશુભ મન-વચન-કાયા અને ઈન્દ્રિયેની વિશેષ પ્રવૃત્તિઓ અર્થાત વિશેષ કોટિના અશુભ. વિચાર–વાણું–વર્તાવ અને રાગાદિભર્યા ઈન્દ્રિય-વિષય–સંપર્કથી નીપજતા ભવભ્રમણાદિ અનર્થ હું શા માટે વહોરું? જેમ કેઈ ને મેટું રાજ્ય મળ્યું હોય છતાં ભીખ માગવાની બાલિશતા કરે, તેમ મોક્ષ મારા હાથવેંતમાં છતાં સંસારમાં રખડવાની મૂર્ખતા શા માટે કરું !” આવી શુભ વિચાર-ધારાથી દુષ્ટ ગેના ત્યાગના પરિણામ જાગે છે.
(૩) વિપાકવિચયમાં કર્મની મૂળ ઉત્તર પ્રકૃતિના મધુર અને કટુ ફળને વિચાર, શુભ-અશુભ કર્મના વિપાકરૂપે ઠેઠ અરિહંતપ્રભુની સમવસરણાદિ-સંપત્તિથી માંડીને નરકની ઘર વેદનાઓ નીપજવાને વિચાર, તથા કર્મનું વિશ્વ ઉપર એકછત્રી સામ્રાજ્ય હોવાનો વિચાર કરે, તેથી કર્મફળની અભિલાષા દૂર થાય, અણુસકર્મનાં ફળ વખતે સમતા-સમાધી રહે.
(૪) સંસ્થાનવિચયમાં ચૌદરાજલકની વ્યવસ્થા ચિંતવવાની. એમાં અધોલેક ઊંધી પડેલી બાલટી, અથવા ઊંધી