________________
ધ્યાનશતક
૧૫૧
કે “અહે જિનવચન કેવાં અપરિમિત! અલબત જિનાગમ જિનવચન સૂવાક્ષરથી પરિમિત છે, પરંતુ અર્થથી અમાપ છે. કહ્યું છે, . 'सवनईणं जा होज पालुया सव्वउदहीणं जं उदयं । एत्तोवि अणंतगुणो अत्था एगस्त सुत्तस्स ॥' એક સૂત્રને અનંત અર્થ શી રીતે ? –
–અર્થાત સર્વ નદીઓની જેટલી રેતી થાય, અને સર્વ સમુદ્રોનું જેટલું પાણી થાય, એના કરતાં પણ અનંતગુણે એક સૂત્રને અર્થ છે. જિનવચનના સૂત્ર-સૂત્રને આટલો બધો અર્થ હેવાનું કારણ એ છે કે જિનવથન એ દરેક અર્થ–પદાર્થને અનેક માર્ગણાદ્વારથી અને અનંત અનુવૃત્તિ વ્યાવૃત્તિ પોથી વિચાર કરવાનું બતાવે છે. આમ અનંત અર્થ નીકળવાના હિસાબે જિનવથન કેવું “અભિય” યાને અમિત અપરિમિત! - “અભિય” ને બીજો અર્થઅમૃત' યાને (i) મીઠી, (ii) પથ્ય, ને (iii) સજીવ. | (i) જિનાજ્ઞા અત્યંત મધુર છે. કહ્યું છે, “જિનવચનરૂપી લાડુ રાત ને દિવસ ખાતે બેસે, તે પણ બેધપ્રેમી આત્મા તૃપ્તિ પામતે નથી; કેમકે એ જિનવચન હજારે હેતુથી પરિવરેલું છે. એટલે પછી એકેક પ્રતિપાદન પર નવ નવા હેતુ જાણવા મળે ત્યાં રસ શાને ખૂટે?
(ii) જિનવચન પથ્ય છે, આરોગ્યાનુકૂળ છે. કહ્યું છેનારકી–તિય ચ–મનુષ્યદેવગણના સંસાર સંબંધી સર્વ રોગોનું એકમાત્ર ઔષધ જિનવચન છે, અને એ પરિણામે મોક્ષના અક્ષય સુખને પમાડનારું છે.