________________
રૌદ્રધ્યાન
पिसुणासब्भासन्भूयभूयघायाइवयणपणिहाणं ।
मायाविणोऽइसंधणपरस्स पच्छन्नपाबस्स ॥२०॥ અર્થાત્ ચડી ચુગલી, અનિષ્ટ સૂચક વચન, ગાળ વગેરે અસભ્ય વચન, અસત્ય વચન, જીવાતના આદેશ, વગેરેનું પ્રણિધાન (એકાગ્ર માનસિક ચિંતન એ રૌદ્રધ્યાન છે.) એ માયાવીને કે ઠગાઈ કરનારને યા ગુપ્ત પાપીને થાય છે.
રૌદ્રધ્યાનથી નરક –એ શૈદ્રધ્યાનનું પરિણામ બહુ કનિષ્ઠ આવે છે. નરકાદિ દુર્ગતિનાં દુઃખમાં રીબાવું પડે છે. જીવન સારું ધર્મમય ગાળ્યું હોય, પણ કયારેક રૌદ્રધ્યાન આવે અને કદાચ એ જ વખતે આયુષ્ય બંધાઈ જાય તે નરકનું બંધાય અને એક વાર તે નરક ભેગા થવું પડે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ મહાસંયમીતપસ્વી મનેમન લડાઈ અને હિંસાના ધ્યાનમાં ચડયા અને એ જ વખતે શ્રેણિકે મહાવીર ભગવાનને એમની ગતિ પૂછી, તે પ્રભુએ કહ્યું, “હમણુ મરે તો સાતમી નરકે જાય.” જીવન વલેપાતિયું લોભ-લાલચભર્યું કે અહંકારમાં તણાતું જીવાય તે રૌદ્રધ્યાન સુલભ બને છે. આટલી રૌદ્રધ્યાનના પહેલા પ્રકારની વાત થઈ
૨. મૃષાનુબંધી રોદ્રધ્યાન હવે બીજા પ્રકારનું મૃષાનુબંધી રૌદ્રધ્યાન વર્ણવે છે
વિવેચન - ૨ જા પ્રકારનું રૌદ્રધ્યાન:
મૃષાનુબંધી રૌદ્રધ્યાન એ તેવા તેવા પ્રકારના દુષ્ટ વચન એલવાના ઉગ્ર ચિંતનમાં થાય છે. બીજાની ચાડીચુગલી કરવાનું ચિંતવે, પિતાને ન ગમતી બીજાની વાત કેઈની આગળ મીઠું