________________
૨૮૨
દર્શન-સુખ-સિદ્ધત્વ, અર્થાત્ આને અત નહિ. કેમકે આ સમ્યક્ત્વાદિ તે આત્માને મૂળભૂત સ્વભાવ છે, અને સંસારકાળમાં એ મિથ્યાત્વ–મેહનીયાદિ કર્મથી આવૃત રહેનારાં, તે હવે સર્વ, મક ક્ષયથી પ્રગટ થાય તેથી ક્ષાયિક સમ્યકત્વાદિ કહેવાય. એ હવે સદાકાળ પ્રગટ રહેવાના.
અસ્પૃશ૬ ગતિએ સિદ્ધિગમન –આમ જ્યારે ૧૪ મા ગુણસ્થાનકના અંતિમ સમયે સમસ્ત કર્મોને ક્ષય આવીને ઊભો કે તરત જ એની પછીના એક જ સમયમાં જીવ જુ ( સીધી ) ગતિથી સિદ્ધ થાય છે. અર્થાત્ કાન્ત સિદ્ધશિલા ઉપર પહોંચી જાય છે. આ અહીંથી છૂટી ત્યાં પહોંચવામાં વચ્ચે બીજો સમય કે બીજા પ્રદેશની સ્પર્શના નથી થતી, એટલે કે અહીંથી છૂટવાને સમય ૧૪ મા ગુણસ્થાનકની પૂર્ણતા થતાં જ, ૧૪ મા ગુણસ્થાનકને અંતિમ સમય વીતતાં જ છૂટવાને સમય અને ઉપર પહોંચી સિદ્ધશિલા પર આરૂઢ થવાનો સમય પણ તે જ. છૂટવાની અને પહોંચવાની વચ્ચે એક પર્ણ સમયનું આંતરું નહિ. એમ અહીં એ જીવને અંતિમ સમયે અહીંના આકાશપ્રદેશની સ્પર્શના અને પછીના બીજા જ સમયે ઉપર લે કાન્તના આકાશપ્રદેશની સ્પર્શના. વચ્ચેના બીજા કેઈ આકાશ પ્રદેશની સ્પર્શના જ નહિ. આમ વચ્ચે સમયાંતર કે પ્રદેશાંતરની સ્પર્શના જ નહિ. એવી સ્પર્શના–રહિત ગતિથી એ ઉપર પહોંચી જાય છે, તેથી એ ગતિને અસ્પૃશદ્ ગતિ કહે છે. આવી ગતિએ જવાનું બને છે. એમાં કારણભૂત શુદ્ધ અને કથી સર્વથા મુક્ત બનેલ જીવને તથાસ્વભાવ છે.