________________
ધર્મધ્યાન
૨૩૩
સળગાવી દે છે, અને અજ્ઞાનપરંપરાને ધૂમાડે ફેલાવે છે. આ આગને ધમમેઘ જ બુઝવી શકે. માટે ધર્મમાં જ પ્રયત્ન કરવા યોગ્ય છે.” વગેરે રોગના કારણે રૂપ વિષ માં કલ્યાણવિરોધ હેવાનું ચિંતન કરવું. એથી પરમાનંદને અનુભવ થાય છે. | (૯) ઉપાયરિચયમાં,–“અહે શુભ વિચાર-વાણીવર્તાવને હું કેમ વિસ્તારું કે જેથી મારા આત્માની મેહપિશાચથી રક્ષા થાય !” આ સંકલ્પધારાથી શુભ ભેગો પર ચિંતન કરવાનું. એથી શુભ પ્રવૃત્તિના સ્વીકારની પરિણતિ જાગે છે.
(૧૦) હેતુવિચયમાં જ્યાં આગમમાં કહેલા હેતુગમ્ય પદાથ પર વિવાદ ખડે થાય, ત્યાં કેવા તર્કનું અનુસરણ કરવા દ્વારા એ વિવાદનું શમન થાય, એમાં સ્યાદ્વાદ-નિરૂપક આગમન આશય, ને તે પણ કષ-છેદ-તાપની કેવી પરીક્ષાપૂર્વક આશ્રય કરે લાભદાયી છે, એ ચિંતવવાનું. કેઈપણ શાસ્ત્રની સુવર્ણની જેમ (૧) કષ-કટી પરીક્ષા એટલે એ જોવાનું કે “એમાં યોગ્ય વિધિનિષેધ છે?” તે જિનાગમમાં દા. ત. કહ્યું “તપસ્વાધ્યાય-ધ્યાન કરવું, “હિંસાદિ પાપ ન કરવાં, (૨) છેદ પરીક્ષા માટે એ જોવાનું કે “એમાં વિધિ નિષેધને જરાય બાધક નહિ પણ સાધક આચાર કહેલા છે?” તે જિનાગમમાં દા. ત. કહ્યું
સમિતિ-ગુપ્તિ આદિ પંચાચાર પાળવા તે એમાં લેશમાત્ર હિંસાદિ નથી, અને તપ-ધ્યાનાદિ-વિધિપાલનને અનુકૂળતા છે. (૩) તાપ–પરીક્ષા માટે એ જોવું કે “એમાં વિધિનિષેધ અને જિનાગમમાં આચારને અનુકૂળ તત્ત્વ વ્યવસ્થા છે ?' દા. ત