________________
શુકલધ્યાન
૨૭૧ આ “ગનિરોધ” પદાર્થ શ્રી નમસ્કારસૂત્રની નિર્યુક્તિમાં કહેલે જ છે. છતાં અહીં પ્રસંગસ્થાન એના વર્ણન વિનાનું ખાલી ન રાખવા માટે એ જ ડુંક વર્ણવવામાં આવે છે, કે ગનિરોધ” શું છે?
આમાં ત્રણે યોગનું સ્વરૂપ આ છે – (૧) કાયયેગ એટલે શું ? –
ઔદારિક આદિ કાયાવાળા જીવની તેવી વીર્ય-પરિણતિ, વિર્ય પરિણામ, એ કાગ; અર્થાત્ સંસારી જીવને શરીરના સહારે આત્મામાં જે વીર્ય–ગુણ ક્રાયમાન થાય, તેનું નામ કાયગ છે.
વીર્ય એ આત્મપરિણામ શાથી? -
આત્મામાં જ્ઞાન-દર્શન-સુખ-વીર્ય વગેરે ગુણે એ આગન્તુક યાને બહારથી નવા ભાડુતી આવીને રહેનારા નથી હતા, કિન્તુ આત્મસ્વભાવભૂત હોય છે. તેથી એ ગુણે આત્માથી ભિન્નભિન્ન હોય છે. કર્થચિત્ ભિન્ન, કથંચિત્ અભિન્ન. આમાં કોંચિત યાને અમુક અપેક્ષાએ અભિન્ન પણ હેવાથી, એ જ્ઞાન–વીર્યાદિ ગુણ આત્મસ્વરૂપ જ છે. એટલે, જેમ તેલની નાની-મોટી ધાર થાય એ તેલથી તદ્દન જુદી કઈ ચીજ નહિ, કિડુ તેલ સ્વરૂપ જ છે, તેલને જ એક પરિણામ (પરિણતિ) છે; એમ જ્ઞાનવર્યાદિ ગુણ ફરે એ પણ તેવા તેવા આત્મ-પરિણામ આત્મપરિણતિ છે. તે તે જ્ઞાન વિર્ય આદિમાં પરિણત થનારે આમા જ છે. એટલે. વીર્ય પરિણામથી કેવાં કેવાં કાર્ય ? –
આત્મામાં પિતાના સ્વભાવભૂત જ્ઞાન દર્શન સુખ વીર્ય વગેરે અનેક ગુણો જેમ જેમ સ્કુરાયમાન થાય તે તે હિસાબે