________________
ધર્મધ્યાન
૧૪૩ જાગો જોઈએ. આ પાપ પ્રત્યે અત્યંત તિરસ્કાર તથા ભય ઊભે થતાં વ) એના અપાયના ચિંતનમાં કયાંક તન્મયતા આવે એ જ ધર્મધ્યાન અને. (ii) સહેજે પાપનો રસ-નિર્ભયતા અટકે અને તેથી આતં-રૌદ્રધ્યાન અટકે.
(૩) ત્યારે જીવની ત્રીજી ખામી અહંન્દુ અને શુદ્રતા. આ પણ જીવને સુખ–દુઃખના પ્રસંગ અંગે દુર્થાન કરાવે છે. એની સામે નિરહંકાર અને ઉમદા દિલ ઊભું થાય તે એ અહત્વ-સુદ્રતા સહેજે અટકે. ધર્મધ્યાનને ત્રીજો પ્રકાર “વિપાકવિચય” છે. એમાં શુભાશુભ કર્મોના વિપાક વિચારવાના છે. એ જે કર્મોના વિપાક પર અટલ વિશ્વાસ હોય કે “આવાં આવાં કર્મથી જ આવું આવું ફળ આવે, તે એ વિશ્વાસના લીધે . (1) કયાંક કર્મવિપાકનાં ચિંતનમાં તન્મયતા આવતાં ધર્મધ્યાન લાગે; તેમજ (ii) બીજી બાજુ સુખમાં અહંવ અને દુઃખમાં ક્ષુદ્રતા-રીસ-હાયેય વગેરે અટકે; તેથી દુર્બાન અટકે.
(૪) ત્યારે ધર્મધ્યાનના ચેથા પ્રકાર “સંસ્થાન–વિચય”માં ચૌદ રાજલકનું તથા ધર્માસ્તિકાયાદિ ષટ્વનું સ્વરૂપ પરિસ્થિતિ વગેરે ચિંતવવાનું છે, એ વિચારવામાં વિરાટ દર્શન થાય છે, અને તેથી અજ્ઞાનતા-મૂઢતા અટકે છે, જેથી પછી એના નિમિત્તનું આર્તધ્યાનાદિ પણ અટકી જાય એમાં નવાઈ નથી.
બસ, ધર્મધ્યાનના ચાર પ્રકારમાં જીવનના ચાર મહાન સાધ્ય બતાવ્યા, જિનાજ્ઞા-બહુમાન, હિંસાદિ પાપને તિરસ્કાર, કર્મવિપાકને અટલ વિશ્વાસ, અને વિરાટદર્શન.