________________
ધર્મધ્યાન
૨૧૭ રહિત છે, અનાદિ છે, એવી રીતે મોક્ષે જવાનું પણ આદિરહિત છે. અનાદિ કાળથી ચાલુ છે, કેમકે પૂર્વે પૂર્વે ધર્મસ્થપાયેલું હતું તે જ એનાં આલંબને જીવ મોક્ષમાં ગયા. એ તીર્થ સ્થાપનાર તીર્થકર પણ ત્યારે જ બન્યા કે જે એમણે એની પૂર્વના તીર્થની આરાધના કરેલી. એ પૂર્વનાં તીર્થના સ્થાપક પણ એની પૂર્વનાં તીર્થનાં આલંબને પૂર્વે આરાધના કરીને થયેલા....આમ તીર્થ અને મોક્ષે જવાનું બંને ય અનાદિથી ચાલેલા-ત્યારે અનાદિ કાળનું તે કઈ માપ જ નથી, તેથી એવી અમાપ કાળથી જ મેક્ષે જતા હોય છે; છતાં સંસાર ખાલી નથી થયે એ હકીકત વર્તમાન સ્થિતિ બતાવી રહી છે. તે અમાપ કાળમાં ન બન્યું એ હવેના માપેલા કાળમાં બને? આદિરહિત અમાપ ભૂતકાળમાં જ કેટલા બધા મેક્ષે ગયેલા? છતાં જનશા કહે છે કે એક નિગદના જીવોની સંખ્યાના અનંતાનંતમા ભાગની સંખ્યામાં જ જીવો મેક્ષ પામ્યા છે. ત્યારે જે અમાપ અમર્યાદિત કાળના ય એટલા જ મુક્ત, તે -હવે પછીના મર્યાદિત કાળમાં કેટલા જીવ મુક્ત બનવાના? ગયેલા કાળના મુક્ત કરતાં અનંતમા ભાગના જ ને? એથી સંસાર કેમ ખાલી થાય? “સંસાર અનાદિ અનંત છે,” એમ ચિંતવે. વળી
“સંસાર અશુભ છે,” એમ ચિંતવે, “અશુભ ” એટલે અશભન, અસુંદર, સંસારમાં કઈ વસ્તુ સુંદર છે? પ્રશસ્ત છે?
પ્ર-તે શું સંસારમાં દેવ-ગુરુ-ધર્મ–તીર્થશાસ્ત્ર એ સુંદર : વસ્તુ નથી?