________________
ધ્યાનચંતક
૧૪૮
સત્યજ વિચારે છે. એકાંત દના વસ્તુના માત્ર એક અંશને વિચાર કરી એના પર જ મદાર બાંધીને એ આંશિક ધના સ્વીકાર કરે છે, પરંતુ સાથે એ જ વસ્તુમાં ખરેખર રહેલ ખીજા એથી વિરુદ્ધ દેખાતા અંશને અપલાપ-ઇન્કાર કરે છે; માટે એ અસત્ય-ભાવક ઠરે છે; ત્યારે જિનવચન એ અનેકાંતદર્શીન હૈાઈ ભૂત-ભાવન યાને સત્યવિચારણા કરનારુ અને છે. અથવા,
(ii) ‘ભૂત’ એટલે જીવા. એની ‘ભાવના’ યાને વાસના, વાસિતતા. જિનવચન ભૂતભાવના છે, એટલે કે ભવ્ય જીવેા વડે ભાવિત કરાનારી વસ્તુ છે. કહ્યુ છે
कूरावि सहावेण रागविसवसाणुगावि होऊण । भावियजिणवयणमणा तेलुक्कसुहावहा होति ॥ àાંતિ ॥
(કેાઈ જીવો પૂર્વે) સ્વભાવે ક્રૂર પણ અને રાગષિષથી મૂર્જિત પણ હાય, છતાં જો એ જિનવચનથી મનને ભાવિત કરે છે, તા એ ત્રણે જગતને સુખાકારી બને છે.
• ભાવિત એટલે, જેમ કસ્તૂરી આંધેલું કપડું' કસ્તૂરીની સુવાસથી પ્રેમે પ્રેમે વાસિત થઈ જાય, એમ જિનાજ્ઞા દિલમાં રાખીને એના પરના અનન્ય અતિશય બહુમાનથી આત્માના પ્રદેશે પ્રદેશને વાસિત કરી દેવાય તે. આમ ભાવિત થયા પછી તા પૂની ક્રૂરતા અને રાગ-આદિની પરવશતા પલાયન થઈ જાય છે. શાસ્ત્રમાંથી સાંભળવા મળે છે કે ચિલાતીપુત્ર વગેરે ઘણા એવા પૂર્વે સ્વભાવે ક્રૂર વગેરે હતા છતાં જિન