________________
ધર્મધ્યાન .
૨૧૧ છે ત્યાં, અને પછી એના કુરચા ઉડી જાય છે ત્યાં, જીવવાની ક્રિયા કયાં રહેવાની ? આમ શરીરથી તદ્દન અલગ સ્વતંત્ર જીવ હેવાનું ચિંતવે. વળી અરૂપિતા ચિંતવે,
(૪) અરૂપિતાઃ જીવ અરૂપી છે, અમૂર્ત છે, રૂપ-રસાદિ ગુણ વિનાને છે. માટે સિદ્ધશિલાની ઉપર જ્યાં મુક્ત સિદ્ધ બનેલો એક જીવ છે ત્યાં બીજા અનંતા મુક્ત જી રહેલા છે. અમૂર્ત હોવાથી જેમ મગજમાં એક ગ્રંથનું જ્ઞાન હોવા છતાં ત્યાં જ બીજા સેંકડો ગ્રંથનું જ્ઞાન સમાય છે, એવી રીતે મેક્ષસ્થાન નાનું છતાં ત્યાં ને ત્યાં જ અનંતા મુક્ત જીવો સમાય છે; કઈ જ જીવ કેઈને બાધ નથી કરતે આ સિદ્ધો અરૂપી હેઈને જ એમના પર હવે કર્મ, શરીર, આદિ કશાને લેપ નથી લાગતું. અરૂપી જીવ પર સંસારમાં તે એટલા માટે લેપ લાગે છે કે જીવની ઉપર અનાદિ કાળથી કર્મના લેપને પ્રવાહ જ ચાલ્યા આવે છે, તેથી લેપ પર લેપ લાગવામાં વિરોધ નથી. ત્યાં આત્મા રૂપારૂપી છે. પછી સર્વથા અરૂપી થયે કયારેય લેપ લાગવાને નહિ.
આત્માની મૂળભૂત આ અરૂપિતાનું જ પિતાને મમત્વ લાગી જાય તે તે પછી (૧) એનું એને મહત્ત્વ લાગવાથી જડ રૂપી પદાર્થો “કુછ નહિ” લાગે, ક્યાં મારી શુદ્ધ નિર્મળ અક્ષય અજર અમર અરૂપિતા? ને ક્યાં જડનાં પલટાતા નાશવંત બેહુદા રૂપ-રસાદિ? શા સારુ એમાં હું ભળું? શા માટે એને મહત્વ આપી આ સુંદર. આ ખરાબ એવા ભાવ કરું?” એમ જડ પ્રત્યે ઉદાસીનતા આવે એવી અરૂપિતાની મમતા છે. વળી