________________
કર્મધ્યાન
૧૦
विसमामि समारोहा दढदयाल बनो जहा पुरिसो। सुताइकयालो तह झाणवर समारहा॥४३॥
અર્થ :–જેવી રીતે માણસ નીચા સ્થાનમાં રહેલો કઈ મજબૂત (દરડાદિ) દ્રવ્યના આલંબને ઊંચે ચઢી જાય છે, તેવી રીતે સુત્રાદિનું આલંબન કરનારે ઉત્તમ ધ્યાન (ધર્મધ્યાન) પર ચડી જાય છે.
હવે આ કૃત–ચારિત્રધર્મના અંગોને જ કેમ આલંબન રૂપ કહ્યા એનું કારણ બતાવે છે –
વિવેચન –માણસ કોઈ કૂવા વગેરેમાં નીચે પડી ગયો હોય તે એને મજબૂત દેરડું વગેરે કઈ દ્રવ્ય આલંબનઆધાર તરીકે મળતાં એના આધારે ઉપર ચડી જાય છે. એ ચડવાને પિતાની શક્તિ અને પિતાના પુરુષાર્થથી જ; કિન્તુ દેરડું સીડી આદિ કશું સાધન-આધાર-આલંબન ન મળે તે નચડી શકે. એમ અહી દુર્ગાન-કુવિકલ્પાદિમાં પડેલ ગણધરાદિરચિત સૂત્રની વાચનાદિનું આલંબન કરીને ધર્મધ્યાનમાં ચડી જાય છે. શુભધ્યાનમાં ચડવાનું પોતાના મનથી અને પુરુષાર્થથી, કિન્તુ આવું વાચનાદિ શ્રત ધર્મ કે સામાયિકાદિ આવશ્યકનું આલંબન ન કરે તે ધર્મધ્યાનમાં ન ચડી શકે. આરિલાભવનમાં કે લગ્નની ચેરીમાં ધર્મધ્યાનમાં ચડ્યા તે પણ સૂત્રોક્ત શુભ ચિંતનનું આલંબન કરીને જ ચડયા. એટલે ધ્યાન સારુ આ લંબનનું અતિશય મહત્વ છે. આ “આલંબન' દ્વાર થયું.
ધર્મ–શુકલધ્યાનમાં કમ હવે કમદ્વારને અવસર આવ્યું. તે લાઘવ માટે અર્થાત ટૂંકમાં પતે એ માટે ધર્મધ્યાન અને શુકલધ્યાન બંનેને ક્રમ જણાવતાં કહે છે –