________________
૧૮
ધ્યાનશતક
હોય, તે કાયરતાના વિચાર ન આવે. આમ આત્મવિશ્વાસ અને સત્વથી ભયને હટાવી નિર્ભયતા કેળવવાની. ભયથી ધ્યાનભંગ થાય, એ આનાથી અટકે.
(૪) નિરાશંસતા એટલે આ લેક પરલેકના વિષયસુખસન્માનાદિની આશંસા આકાંક્ષા ન હોવી તે. સાધનાનાં ફળરૂપે આવી વસ્તુ ન ઈચ્છાય.
પ્ર.– પૂર્વે કહેલ નિરાસંગભાવ કેળવ્યો હોય પછી આવી આશંસા થવાને અવકાશ જ ક્યાં છે, તે “નિરાશંસભાવ” ગુણ જુદો કેળવવો પડે?
ઉ– નિરાસંગભાવથી જગતના પદાર્થ પ્રત્યે રાગ-દ્વેષઆસક્તિ ન થવા દેવા અભ્યાસ તે કેળવ્યું, પરંતુ અનાદિથી અભ્યસ્ત રાગાદિના સંસ્કાર–વશ કયારેક કયાંક અવનવું દેખવા મળતાં આશંસા ઊઠી આવવા સંભવ છે. જેમકે બ્રહ્મદત્તના જીવને પૂર્વ ભવે મુનિપણે સારે નિરાસંગભાવ તે કેળવાયે હતું, પરંતુ ચક્રવતી વંદન કરવા આવતાં, એની પટ્ટરાણી–સ્ત્રીરત્નની મુલાયમ કેશવાળી મુનિને વંદન કરતાં નીચે પડી તે મુનિના પગને એને સ્પર્શ થયે. ધ્યાનસ્થ મુનિની નીચી નજર, તે ચકમકતી કેશવાળી પર આંખ પડતાં અને પગે એને સ્પર્શ થતાં જ ઝણઝણાટી થઈ મન ભાયું, નિયાણું કર્યું,
અહો! આવા મુલાયમ કેશવાળી સ્ત્રી કેવી રમણીય હશે! આવી સ્ત્રી મળે સાથે વૈભવ પણ કેટલે મહાન મળે? બસ, આ કઠોર તપ-સંયમનું ફળ હોય, તો આ વૈભવ-વિલાસ મળો.” શું થયું આ ? આશંસા જાગી, ને નિરાસંગભાવ દબાઈ