________________
- ૬
ધ્યાનશતક
ઈચ્છા છે. ત૫–સંયમ સેવનાર મુનિ તે સંસારનાં સુખદુઃખ બધાને વિગ ઈચ્છી એના પ્રતિકારરૂપે તપસંયમ સેવે છે.
- પ્રવે–તપ અને સંયમ સાંસારિક દુઃખના પ્રતિકાર - શી રીતે ?
ઉ૦–તપ અને સંયમ બે રીતે સાંસારિક દુઃખ ટાળે છે, એક વર્તમાનનાં અને બીજું ભવિષ્યનાં. (૧) વર્તમાનનાં દુઃખ આ કે વારેવારે ભૂખ લાગે, ઈષ્ટ રસની ખણજે ઊઠે, અનુકૂળની ઝંખનાઓ રહે, પ્રતિકૂળના ભય લાગ્યા કરે, ઇન્દ્રિયના વિષયવિકાર સળવળે, મનના દ્વેષ-ઈર્ષ્યાદિ ઉકળાટ જાગે, ઇત્યાદિ છે. તપ-સંયમને અભ્યાસ પડતાં એ બધાં શમી જાય છે. (૨) ત્યારે તપ–સંયમથી દુઃખદાયી અશાતાઅંતરાય–મેહનીયાદિ કર્મ નાશ પામે છે, યાવત્ સર્વ કર્મક્ષય થાય છે. તેથી ભવિષ્યમાં એથી આવનારાં દુઃખ અટકે છે. નિયાણરહિત કેમ કહ્યું ??
પરંતુ જે “તપસંયમથી મને ઈદ્રાદિની દ્ધિ મળે” વગેરે નિયાણું કરે તો એમાં વર્તમાનમાં પણ ભકષાયને ઊકળાટ ઊડ્યો, એ પાછું દુઃખ જ ઊભું થયું. તેમ ભવિષ્યમાં એ સમૃદ્ધિ પ્રાપ્ત થઈને એમાં બુદ્ધિ બગડવાથી નરકાદિનાં દુઃખ લાવનાર કર્મ બંધાવાનાં. આ વર્તમાન અને ભાવી બંને દુઃખદ સ્થિતિ તરફ આખમીંચામણું એ અજ્ઞાન છે, મોહ છે. તેથી એમાં આર્તધ્યાન આવીને ઊભું