________________
૨૫૪
ધ્યાનશતક ઉ૦-શ્રુત-શીલ-સંયમરક્તતતા સુધીના સંપૂર્ણ લિંગ તે અપ્રમત્તમુનિને હેય. એ હિસાબે નીચેના ગુણસ્થાનકવાળાને મુખ્યપણે ધર્મધ્યાન ન હોઈ શકે; છતાં ઉપરોક્ત શ્રદ્ધાદિ અમુક લિંગોના હિસાબે પ્રમત્તમુનિને ધર્મધ્યાન ગૌણપણે આવી શકે. એથી નીચેના સમકિતી શ્રાવકને અવિરતિ હોવાથી આર્તધ્યાનમાં ખેંચાવાનું વધારે રહે છે. તેથી એમને ધર્મધ્યાન આર્તની અપેક્ષાએ બહુ અલ્પ જેવું આવે. આ “લિંગ” દ્વાર થયું.
હવે “ળ” દ્વારને અવસર છે. પણ લાઘવાર્થ એટલે કે લખવું થોડું પડે એ માટે શુકલધ્યાનના ફળના અધિકાર વખતે એને કહેશે; બાકી ધર્મધ્યાનની વિચારણા અહીં પૂરી થઈ