________________
વ્યાનશતક
વિવેચન –મધ્યાનનાં ફળ –
ધ્યાનમાં પ્રધાન ધર્મધ્યાનનાં ફળમાં વિપુલ શુભાશ્રવ, સંવર, નિરા, અને દિવ્ય સુખ નીપજે છે. આ ફળ નીપજવાં સ્વાભાવિક
છે. તે આ રીતે, કે “શુભાશ્રવ” એટલે પુણ્યને બંધ. “જે જ સમય જ એ હિસાબે ધર્મધ્યાન એ શુભભાવ હોઈને શુભ કમ “પુણ્યને બંધ થાય એ સહજ છે. સાથે અશુભ ભાવના અભાવે સંવર એટલે કે અશુભ કર્મની અટકાયત થાય, એ પણ સહજ છે. વળી ધર્મધ્યાનથી કર્મની “નિર્જરા યાને ક્ષય થાય એ પણ સહજ છે, કેમકે એ આભ્યન્તર તપ છે, અને તપ નિજેરાનું કારણ છે. તેમ જ ધર્મધ્યાનથી બંધાયેલા પુણ્ય કર્મથી દેવતાઈ સુખ મળે એ ય સ્વાભાવિક છે.
આ શુભ પુણ્ય વગેરે “વિપુલયાને વિસ્તૃત રૂપમાં નીપજે છે, યાને દીર્ઘ કાળસ્થિતિ અને વિશુદ્ધિવાળા પેદા થાય છે. પુણ્ય પણ એવાં બંધાય; તેમ સંવર પણ વિપુલ થાય, તથા નિર્જરા પણ વિસ્તૃત થાય. કર્મોની દીર્ઘ સ્થિતિને ક્ષય થાય, તેમજ દેવતાઈ સુખે પણ દીર્ઘકાળના અને વિશુદ્ધિવાળા યાને સંકલેશ વિનાના નીપજે છે.
વળી ધર્મધ્યાનનાં આ ફળ શુભાનુબંધી હોય છે. અર્થાત્ શભની પરંપરા ચલાવે એવાં, જેથી ફરીથી સુકુલમાં જન્મ મળે, ફરીથી “બોધિલાભ” જૈનધર્મની પ્રાપ્તિ થાય, અસંકિલષ્ટ ભેગ મળે, કે જેમાં જીવ કમળપત્ર જે નિર્લેપ રહે, પ્રવ્રયા મળે, અને પરંપરાએ કેવળજ્ઞાન તથા મોક્ષ સુધી પહોંચવાનું