________________
૨૩૬
ધ્યાનશતક
નિદ્રા-વિકથા એ પાંચે તથા અજ્ઞાન–બ્રમ–સંશય-વિસ્મૃતિ વગેરે આઠ પ્રમાદથી રહિત મુનિ, યાને સાતમા “અપ્રમત્ત” ગુણસ્થાની, અને (૨) મોહનીય કર્મની પ્રકૃત્તિઓની ઉપશમના કરનાર યા ક્ષપણા (ક્ષય) કરનાર નિગ્રંથ, યાને ૮મા, લ્મા, ૧૦મા ગુણ સ્થાની એ પણ જ્ઞાનધની જ્ઞાનરૂપી ધનવાળા યાને વિદ્વાન હોય તે ધર્મધ્યાનના મુખ્ય અધિકારી-એમ જિનેન્દ્ર પ્રભુ તથા ગણ. ધરાદિ મહર્ષિ કહે છે.
સાચે વિદ્વાન કેણુ? - પ્ર-માષતુષ મુનિમાં વિદ્વત્તા કયાં હતી? તો એમને શી રીતે ધર્મધ્યાન
ઉ–પંચસમિતિ ત્રણ ગુપ્તિનું જ્ઞાન ધરનાર અને એને જીવનમાં બરાબર ઉતારનાર સમ્યગ્દષ્ટિ મુનિ એજ સાચે જ્ઞાની છે. નહિતર તે “સમક્તિ વિણ નવ પૂરવી અજ્ઞાની કહેવાય.” નવ પૂર્વેના જ્ઞાનવાળ પણ સમ્યક્ત્વ ન હોય તે અજ્ઞાની કહેવાય,
એ કેમ બને? એમ "जहा खरा चंदण-भारवाही, भारस्त भागी न हु चंदणस्स। एवं खु नाणी चरणेण हीणो भारस्त भागी न हु सुग्गईए ॥' ' અર્થાત જેમ ચંદનને ભાર ઊંચકી જનાર ગધેડે ભારને ભાગી થાય છે, ચંદનની સુવાસ-શીતલતાને નહિ, (કેમકે એ તે એટલું જ ઈરછે છે કે બેજ ક્યારે ઊતરે?) એમ ચારિત્રઆચરણ વિનાને જ્ઞાની પણ ભારનો ભાગી છે યુદ્ગતિનો નહિ; કેમકે એ તે એટલું જ જુએ છે કે “આ જ્ઞાન ક્યાં વાદ વગેરેમાં ઠાલવીને હોશિયારી બતાવાય?”) એવા શાસ્ત્રવચને