________________
૨૪૯
ધર્મધ્યાન
आगम-उवएसा-ऽऽणा-णिलग्गआ ज जिणप्पणीयाण । भावाण सहहण, धम्मज्झाणस्स त लिंग ॥ ६७ ॥
અર્થ :- જિનેશ્વર ભગવંતે કહેલ (દ્રવ્યાદિ પદાર્થ)ની આગમ સૂત્ર, તદનુસારી કથન, સૂત્રોક્ત પદાર્થ યા સ્વભાવથી શ્રદ્ધા કરવી, એ ધર્મયાનનું જ્ઞાપક ચિહ્ન છે. શુભ ધ્યાન હોઈ સહેજે એમાં ચિત્ત નિર્મળ હોય, તેથી કૃષ્ણનીલ-કાપત એ નીચેની ત્રણ અશુભ લેશ્યાને અવકાશ ન હોય; પણ ઉપરની પીત-પદ્ય-શુકલ એ શુભ લેશ્યાને અવકાશ હાય. એ વેશ્યાઓ ક્રમસર વિશુદ્ધિવાળી છે, અર્થાત્ પીત લેશ્યા કરતાં પદ્મશ્યા વધારે વિશુદ્ધ અને એના કરતાં શુકલેશ્યા વધુ વિશુદ્ધ હોય છે. એમાં અન્ય વેશ્યા, એ તીવ્ર, આદ્ય એ મંદ, અને મધ્યમ લેશ્યા એ મધ્યમ પ્રકારની હોય છે. આ દરેક લેશ્યા પણ એક જ માત્રાની નથી હોતી, કિનચડતી-ઊતરતી માત્રાવાળી હોય છે. કેઈને પરત લેણ્યા મંદ માત્રામાં હોય, તે કોઈને મધ્યમ યા કોઈને તીવ્ર માત્રામાં હોય. એક જીવમાં પણ લેશ્યા મંદમાત્રામાં શરુ થઈને વધતા વધતા મધ્યમ અને તીવ્ર માત્રામાં પહોંચી જાય, એમ પણ બને. ધર્મધ્યાન એ આજ્ઞા-અપાય વગેરે વિષયોનું કેરું સૂકું ચિંતન નહિ, પણ ભાવભીનું ચિંતન છે; તેથી શુભ લેસ્થાને અહીં અવકાશ છે. એ વેશ્યાની માત્રા તીવ્ર મંદ આદિ કહી તેમાં સામાન્ય રૂપથી જીવના તેવા તીવ્રમંદાદિ શુભ પરિણામવિશેષ યાને અધ્યવસાયવિશેષ પણ લઈ શકાય કે જે વેશ્યાની પાછળ કામ કરતા હોય છે. આ “લેશ્યા દ્વાર થયું.
| ધર્મધ્યાનના જ્ઞાપક ચિહ્ન (લિંગ) હવે લિંગ દ્વારનું વર્ણન કરતાં કહે છે -