________________
ધર્મ ધ્યાન
૨૨૭૪
જિનાગમમાં જીવાદિના વિચાર કેવી રીતે ? :
કોઈ પણ જૈનશાસ્ત્ર લેા, તે એવા જીવાદિ વસ્તુમાંની વસ્તુના વિચાર મળવાના. દા. ત. પહેલું ‘આચારાંગ' શામ, એમાં મુનિના આચાર ખતાવવા જગતમાં કેવા કેવા જીવ હાય છે, એને કેવા કેવા શસ્ત્ર લાગવાથી દુ:ખ થાય છે, તે એની અહિંસા કેમ પળે, એ ખતાવ્યું; તે એ જીવવસ્તુના વિચાર થયા. એમ, એવા શસ્રના ઉપયાગ કરવામાં દિલમાં કેવા કલુષિત ભાવ કામ કરે છે, તથા ખીજા પણ કેવા કષાયા, સ્વજન-મૈાહ, પરિસહ–વિહવળતા, વગેરે અશુભ ભાવા નડવા આવે છે, એ ખતાવ્યું. તે આશ્રવ વસ્તુના વિસ્તાર છે. એમ બીજા ‘ ભગવતી’, પન્નવણા' આદિ શાસ્ત્રોમાં પદા-વ્યવસ્થા બતાવી, એ જીવ યા અજીવ વસ્તુને વિસ્તૃત વિચાર છે. એમ, છેદગ્રન્થામાં સવર વસ્તુના તથા બીજા કેટલાકમાં બંધના, નિજ રાના યા મેાક્ષને વિચાર છે. જૈન શાસ્ત્રોની દૃષ્ટિએ વિશ્વમાં પદાર્થ જ આ સાત છે, એટલે જૈન શાસ્ત્રના આ કઈ પણ પદાર્થના વિસ્તારમાંથી વસ્તુનું ચિંતન યાન આ પ્રકારમાં કરવાનું છે.
અપાય-વિપાક-વિચય કેમ અલગ બતાવ્યા?
પ્ર—આ હિસાબે તેા સંસ્થાન–વિચયમાં રાગાદિ અપાચે અને જ્ઞાનાવરણીય કર્મોના વિચય યાને પરિચય અર્થાત્ અભ્યાસમય ચિંતન સમાઈ જાય છે, તેા પછી અપાયવિચય અને વિપાકવિચય એ બે ભેદ જુદા શા માટે ખતાવ્યા ?
"
ઉ-વાત ઠીક છે કે સંસ્થાનવિચયના દરિયા જેવા વિષયેામાં અપાય અને વિપાકના વિચાર સમાઈ જાય; છતાં એને અલગ