________________
ધર્મધ્યાન
૧૭૫ આવું ક્રોધાદિ કષામાં બને છે. એનાં નુકસાન અંગે કહ્યું છે –
કષાયોના અનર્થ – कोहो य, माणो य अणिग्गहिया, माया य लोहा य पवड्ढमाणा। चत्तारि पए कसिणा कसाया सिञ्चन्ति मूल पुणब्भवरस ॥
कोहो पोई पणासेइ माणो विणयणालणो । माया मित्ताणि णासेइ लाहो सबविणासणो ॥ -અર્થાત ધ અને અભિમાન જે અંકુશમાં ન લીધા, દબાવ્યા નહિ, તેમજ માયા અને લાભ જે વધતા ચાલ્યા, તો એ થારે કષાયો અખંડ રહીને પુનર્જન્મ-સંસારના બીજભૂત કારણેને સિંચે છે. (સંસારનું કારણ મિથ્યાત્વ, અર્થ-કામ, આહારાદિ સંજ્ઞાઓ, હિંસાદિ દુષ્કૃત્ય -આ બધા કેધાદિ કષાએથી પુષ્ટ બને છે. એના પર સંસાર પુષ્ટ થાય છે. )
ક્રોધ પ્રીતિને નાશ કરે છે, માન વિનયને ઘાત કરે છે. માયા મિત્રોને ઉરાડે છે. લેભ સર્વ વિનાશક છે.
મિથ્યાત્વ-અજ્ઞાનના અનર્થ
એમ આશ્ર અર્થાત્ મિથ્યાત્વાદિ કર્મબંધના હેતુઓના વળી અનર્થ પણ કેવા ભયંકર? કે
मिच्छत्तमोहियमई जीवो इहलाए एव दुक्खाई। निरयावमाई पावो पावर पसमाइगुणहीणो ॥ अज्ञान खलु कष्ट क्रोधादिभ्योऽपि सर्वपापेभ्यः । अर्थ हितमहित वा न वेत्ति येनावृतो लेोकः ॥