________________
- ૧૪
ધ્યાનશતક
બચેલું મન હવે ધ્યાન યાને એક તત્વ પર એકાગ્રતા માટે સમર્થ બને.
જ અનુપ્રેક્ષા એટલે પાછળ નજર નાખવી. જે તત્તનું - અધ્યયન કર્યું હોય, એને યાદ કરી ચિંતન-મનન કરાય તે અનુપ્રેક્ષા. ધ્યાન અંતુમુહૂર્તથી વધારે ટકતું નથી, તેથી એટલે કાળ પસાર થયે મન ધ્યાનથી ભ્રષ્ટ થવાનું. એ વખતે મનને કેઈ તસ્વસ્મરણમાં જોડાય એને અનુપ્રેક્ષા કરી કહેવાય. એથી મન ફરીથી ધ્યાનમાં જોડાવા પૂર્વે બીજા-ત્રીજા વિચારોમાં નહિ ચડે. દા. ત. જગતના સંગોની અનિત્યતાના તત્વની વિચારણા કરાય એ એની અનુપ્રેક્ષા થઈ. એમ જગતના જીવની અશરણ અવસ્થા, સંસારની વિચિત્રતા, વગેરે કોઈ પણ તત્વની અનુપ્રેક્ષા કરી શકાય. એમ સૂત્ર કે અર્થ પર ચિંતન સ્મરણ કરાય તે પણ અનુપ્રેક્ષા છે. * * ચિન્તા એટલે ભાવના કે અનુપ્રેક્ષા સિવાયની મનની અસ્થિર અવસ્થા. દા. ત. વિચારે કે “મારે હવે શું કર્તવ્ય છે?” યા “મારા રાગાદિ કેટલા ઓછા થયા ?” ઈત્યાદિ વિચારણા એ “ચિન્તા છે.
આમ, “ત્રણ પ્રકારના ચિત્તથી ભિન્ન મનની સ્થિર અવસ્થા એ “ધ્યાન; એવું સામાન્ય સ્વરૂપ બતાવીને હવે ધ્યાનને કાળ કેટલે અને સ્વામી કેણ, એ બતાવવા દ્વારા વિશેષરૂપે વર્ણવે છે –