________________
૨૫૬
ધ્યાનશતક
મૃદુતા, માયાત્યાગ એ જ અજુતા, લેભત્યાગ એ જ મુક્તિ. આમાં તે તે ક્રોધ વગેરેને ત્યાગ બે રીતે,-(૧) ઉદયમાં આવવા તૈયાર ક્રોધાદિ મેહનીય કર્મના ઉદયને નિરાધ યાને અટકાયત કરવી, અથવા (૨) ઉદીરણા કરાયેલ ક્રોધાદિને નિષ્ફળ
કરવા.
(૧) ક્રોધાદિના ઉદયને નિધિ આ રીતે, કે દા. ત.
આપણને પ્રતિકૂળ અનિષ્ટ કેઈના તરફથી થવાની આગાહી થાય ત્યાં,જેમકે ખધકમુનિને મારાઓએ આવીને કહ્યું કે
અમારા રાજાના હુકમથી અમારે તમારી ચામડી ઉતારી લેવાની છે,” આવું સાંભળવા મળે ત્યાં,–ોધકષાયને ઉદયમાં આવવાની તૈયારી ગણાય. એ વખતે જ એ ઉદયને શુભ વિચારણાથી અટકાવવાનો પ્રયત્ન કરી એને અટકાવાય, એ ઉદયનિરોધ કર્યો કહેવાય. શુભ વિચારણું આગળ બતાવાય છે એવી કરવાની.
(૨) ક્રોધાદિ ઉદીરણને નિષ્ફળ કરવાના આ રીતે, કે સામાએ આપણને કોઈ પ્રતિકૂળ વર્તાવ કર્યો, આપણું અનિષ્ટઅણગમતું કર્યું, તે ત્યાં તરત જ દિલમાં ક્રોધ ભભૂકી ઊઠે છે. આ ક્રોધની ઉદીરણું યા ઉદય થયો કહેયાય. હવે આને નિષ્ફળ કરે એટલે કે એ ક્રોદયના માથે ફળ ન બેસવા દેવું. દા.ત. અંતરમાં કેધ ભભૂકવા પર કેંધભરી લાંબી વિચારણા ચલાવાય,
બહારમાં આંખ લાલ થાય, ઊંચી ચડી જાય, મેં બગડે, “આવેશવાળું થાય, કહઠ કંપે, ગમે તેવા કર્કશ શબ્દ કે ગાળ બેલાય, હાથ મારવા ઉઠાવાય...આ બધું કેધનું ફળ છે, એ કશું ન થવા દેવાય તે કેધને નિષ્ફળ કર્યો કહેવાય. આ માટે પણ આ પ્રમાણે વિચારવું.