________________
ખ્યાનશતક
૧૯૬ સ્તિકાય સહાયક છે. જેવી રીતે બોરને રહેવામાં ઘડે જગા આપે છે, તેમ છવાદિ ચારે અસ્તિકાયને રહેવામાં આકાશ
સારા જમા જગા આપે છે. જીવ જ્ઞાનસ્વરૂપ છે, સર્વભાવને જ્ઞાતા છે, કર્મોને ભોક્તા અને કર્તા છે, ભિન્ન ભિન્ન અનેક સંસારી અને મુક્ત તરીકે છે, એમ જિનાગમમાં કહ્યું છે. ત્યારે પુદ્ગલ દ્રવ્ય સ્પર્શ—રસ–ગન્ધ-વર્ણ-શબ્દસ્વભાવ અને એથી જ મૂર્ત સ્વભાવ તથા સંગ અને વિભાગથી ઉત્પન થનારું જિનેન્દ્ર ભગવાને કહ્યું છે. દા. ત. બે પરમાણુના સંગથી
યણુક દ્રવ્ય બન્યું. હવે એ પરમાણુ દ્રવ્ય નથી. પરંતુ પાછા એમાં અવયવ-વિભાગ થાય તે એ બે જુદા પરમાણુ બને. “બને” એટલે ઉત્પન્ન થાય. એટલે અસ્તિને કાય, યાને પ્રદેશને સમૂહ. આ પાંચ પૈકી દરેકમાં દેશ પ્રદેશ છે, અને પ્રદેશ એ ઝીણામાં ઝીણે અંશ છે, તેથી આખું દ્રવ્ય પ્રદેશ-સમૂહાત્મક છે, યાને (પ્રદેશ=અસ્તિ, તથા કાય=સમૂહ, એટલે કે) “અસ્તિકાય” છે. એમ કાળ સિવાયના પાંચે દ્રવ્ય પાંચ સ્વતંત્ર અસ્તિકાય (પંચાસ્તિકાય) થયા.
પ્ર-કાળ એ કેમ અસ્તિકાય નહિ?
ઉ–અસ્તિકાય એવી વસ્તુ છે કે જેમાં પ્રદેશસમૂહ એક સાથે મળે, એક જ સમયે એ સમૂહ એકત્રિત જોઈ શકાય. ત્યારે કાળ તે જ્યારે જોઈએ ત્યારે વર્તમાન એક જ સમયરૂપ મળે. તેની પૂર્વેના સમસ્ત અતીત સમયે નષ્ટ હેવાથી વર્તમાનમાં સમય સાથે એકત્રિત ન મળે. તેમ પછીના સમયથી માંડી ભાવી અનંત સમય હજી ઉત્પનન જ નથી, તેથી વર્તમાનમાં એ