________________
ધ્યાન તો
મનમાં “આ ઈષ્ટ કેમ મળે” એના તન્મય ચિંતન વિના બહાર પ્રાર્થના ઈચ્છા પ્રશંસા શાની વ્યક્ત થાય?
(૭) અથવા, મળેલી ચીજ-વસ્તુ, સંપત્તિ–સન્માન આદિમાં રક્તતા થાય, રાગ, ખુશી, આનંદ રહે, એ પણ મુખમુદ્રા, રહેણીકરણ અને શબ્દમાં વ્યક્ત થાય છે. આ લક્ષણ પણ અંતરના આર્તધ્યાનનું સૂચક છે.
(૮) એમ, સંપત્તિ-સન્માનાદિ કમાવવા માટે હંશભેર ઉજમાળ બને, ઉદ્યમ-પરિશ્રમ કરે, ત્યાં પણ અંતરમાં આર્તધ્યાન રમતું હોય છે. - ઉપરનાં લક્ષણ કદાચ ધનના ઢગલા અંગે ન ય હોય, પણ એકાદ વસ્તુ અંગે અને તે ય મામુલી ચીજ અંગે જ હોય, તે ય તે આર્તધ્યાનનાં સૂચક છે. ત્યારે વિચારણીય છે કે દિનભરમાં આ ને તે વસ્તુ અંગે કે આ ને તે બાબત અંગે ધૃણા, પ્રશંસા, અભિલાષા, રાગ-રક્તતા, અને પ્રાપ્તિ યા નિવારણ માટેની મહેનત કેટકેટલી ચાલુ રહે છે એ પરથી એકેક દિવસમાં પણ કેટલા રકમબંધ આર્તધ્યાન પ્રવર્તતાં ગણાય?
આ સિવાય પણ આર્તધ્યાનનાં બીજાં ચાલુ લક્ષણ આ પ્રમાણે પ્રવર્તતાં હોય છે,
૯) ઈન્દ્રિયોના ઈષ્ટ વિષય પર ગુદ્ધિ, અર્થાત્ શબ્દરૂપ-રસ–ગંધ-સ્પર્શને વિષે જે ગૃદ્ધ હોય, આસક્ત મૂર્શિત હોય, જેને એની કાંક્ષા અપેક્ષા રહેતી હોય, “એ પણ આર્તધ્યાનમાં રમત હોય છે. એવી એક ચીજ મનમાં પેઠી એટલી વાર,