________________
રૌદ્રધ્યાન આવીને ઊભું રહેવાનું. માટે એનાથી બચવું હોય તે આ તીવ્ર રાગ-દ્વેષ–મેહને જ અટકાવ્યા રાખવા જોઈએ. સાનુબધ કર્મથી સંસારવૃદ્ધિ
| વિચારવું જોઈએ કે રૌદ્રધ્યાન સામાન્યથી સંસારની વૃદ્ધિ કરનારું છે, અને વિશેષમાં નરકગતિનાં પાપ સરજનારું છે. સંસારવૃદ્ધિ એટલે ભવોની પરંપરા, એ સાનુબંધ પાપકર્મના ચગે થાય છે. “સાનુબંધ કમ” એટલે? અહીં રાજીપાથી દુષ્પો કરાય એનાથી જે અશુભ કર્મ ઊભાં થાય તે એવાં, કે એ આગળના ભવે ઉદયમાં આવતાં નવી પાપબુદ્ધિ થઈ નવાં દુષ્કૃત્ય થાય, નવાં અશુભ કર્મ બંધાય, તો તે પૂર્વનાં કમ અનુબંધ (પરંપરા) વાળાં યાને સાનુબંધ કર્મ કહેવાય. એવાં જે કર્મ દુખ તે આપે જ, પણ સાથે પાપબુદ્ધિ, નવાં પાપ અને એથી ભવની પરંપરા સજે, તે સાનુબંધ કર્યું. એવાં સાનુબંધ કર્મ ચિત્તના તીવ્ર સંક્લેશવાળા ભાવથી બંધાય છે. રૌદ્રધ્યાનમાં તીવ્ર સફલેશ હોય છે, તેથી એથી બંધાતા સાનુબંધ કર્મ દ્વારા ભવપરંપરા સજય, સંસારની વૃદ્ધિ થાય એ સહજ છે.
વિશેષમાં રૌદ્રધ્યાન એ નરકગતિનું મૂળ છે. મૂળ પર વૃક્ષ સલામત. રૌદ્રધ્યાન ઉપર નરકગતિમાં પડનારા કર્મોનું ઝાડ ઊગે છે. વ્યક્ત ઉત્કૃષ્ટ દુખેવાળી ગતિ, નરકગતિ, અને વ્યક્ત ઉત્કૃષ્ટ અશુભ ધ્યાન રૌદ્રધ્યાન. એ બેને કાર્યકારણુભાવ છે. ઉત્કૃષ્ટા અશુભ ધ્યાનથી ઉત્કૃષ્ટી અશુભ ગતિ, એ હિસાબે રૌદ્રધ્યાનથી નરકગતિ.