________________
ધર્મધ્યાન
૧૧૯ ગયે. સાથે જે એટલું વિચાર્યું હતું કે “જે બધી ય સાધના નિરાશસભાવે જ કરવાની છે, તે પછી શા સારુ મારે આવા તુચ્છ ફળની આશંસા કરવી જોઈએ?” અને આવું વિચારી નિરાશસભાવ ટકાવી રાખે હેત, તે પતન ન થાત.
એવું મહાવીર પ્રભુના જીવ વિશ્વભૂતિ મુનિને બન્યું. તીવ્ર વૈરાગ્યથી એમણે રાજશાહી સુખે છેડી ચારિત્ર લીધેલું અને એના પાલનમાં નિરાસંગભાવ પણ સારે કેળવેલ. કિન્તુ પિતરિયાએ કરેલ મશ્કરીથી અનાદિના સંસ્કારવશ અપમાન લાગ્યું, માન ઉછળી આવ્યું, અને ભવાંતરે બળના ધણી થવાની આશંસા ઊભી કરી, અને પતન થયું.
આશંસા રોકવા આ નિર્ધાર ઘુંટ જોઈએ કે “મારે ધર્મનાં ફળરૂપે આ લેક પરલોકના કે પદાર્થની ઈચ્છા કરવી જ નથી. અમૂલ્ય ધમને તુચ્છ ફળ ખાતર, ને અવિનાશી ધર્મને નાશવંત વસ્તુ ખાતર વેચી નાખ નથી. કેમકે એમ ધર્મને વેચી નાખતાં દીઘ ભાવી કાળ માટે ધર્મને સંસ્કાર જ નહિ રહે. પછી ભવાંતરે ધર્મ જ નહિ, તે પાપી જીવન જ બન્યું રહે; કેમકે દુન્યવી આશંસાથી વાસના રોગ દઢ થાય.”
આમ નિરસંગભાવ સાથે નિરાશસભાવ કેળવવાને. એથી મન વૈરાગ્યથી સારું ભાવિત બને, ને ધ્યાનભંગ થાય નહિ, તેમ શુભધ્યાન દુર્લભ ન બને. નહિતર આશંસા મગજને પકડી લે પછી શુભધ્યાન લાગે ક્યાંથી ?
(૫) ક્રોધાદિરાહિત્ય–ઉપરોક્ત ગુણ કેળવવા છતાં સંભવ છે નિમિત્ત મળતાં કે સ્વભાવ અનાદિના સંસ્કારવશ ક્રોધ
ભાવ
વ બ
હિતર મા