________________
ધર્મધ્યાન
૨૨૩.
આ પણ માત્ર “કરું નહિ એમ નહિ, કિન્તુ કરાવું પણ નહિ, તેમ અનુમોટું પણ નહિ, એ રીતે ઉપરોક્ત મન-વચન કાયાના ૬૦૦૦૪૩=૧૮૦૦૦ શીલાંગ થાય. ત્યારે બીજી રીતે પણ ૧૮૦૦૦ શીલાંગ થાય છે. ચારિત્ર જહાજમાં આ બધાં રત્ન ભરેલા છે. એ મહાકિંમતી રત્ન છે, કેમકે એનાથી * એકાતિક અને આત્યંતિક સુખ મળે છે. (આને સહેલાઈથી યાદ રાખવા સૂત્ર “આય કઈ સંગ,” આરંભ ૧૦ણ્યતિધર્મ ૧૦xકરણ ૩ ૪ ઇન્દ્રિય ૫ ૪ સંજ્ઞા ૪ *ગ ૩=૧૮૦૦૦)
છે આ ૧૮૦૦૦ શીલાંગ રોભર્યા ચારિત્રજહાજ પર આરૂઢ થયેલા મુનિરૂપી વેપારીઓ મોક્ષનગર તરફ જઈ રહ્યા છે. “મન્યતે જગતુ-ત્રિકાલાવસ્થામ ઈતિ મુનિ ક્યાં ય રાગદ્વેષ ન થાય એ માટે જગતના પદાર્થોની ભૂત-ભવિષ્ય–વર્તમાન ત્રણે કાળની અવસ્થા-પર્યાનું મનન કરે તે મુનિ. ગમે તેવા અનુકૂળ કે પ્રતિકૂળ જડ પદાર્થ સામે આવે, યા અનુકૂળ કે પ્રતિ કૂળ વર્તનાર જીવો મળે, પરંતુ એ વર્તમાન અવસ્થાથી વિપરીત નરસી–બિભત્સ, યા સારી-મનગમતી અવસ્થા ભૂતભાવમાં એ જડ યા જીવમાં છે. એના તરફનો વિચાર રાખવાથી રાગદ્વેષ કે હરખ-શેક ઊઠી નહિ શકે. આવા મુનિ એ વહેપારી એટલા માટે કહેવાય કે એ સારી રીતે આય-વ્યયઃનફે-તે સમજી શકે છે. (૧) કયાં ઉત્સર્ગમાર્ગમાં લાભ અને અપવાદૃમાર્ગમાં
* “એકાન્તિક એટલે સુખ જ સુખ, દુઃખને લેશ નહિ. “આત્યન્તિક એટલે અન્તને અતિક્રાન્ત થયેલું ઉલ્લંધી ગયેલું, અર્થાત શાશ્વત.