________________
૧૩૪
ધ્યાનશતક
आलंबणाई वायण-पुच्छण-परियट्टणाऽणुचिंताओ। सामाइयाई सद्धम्मावस्सयाई च ॥ ४२ ॥
અર્થ: (ધર્મધ્યાનમાં ચડવા માટે નિજા નિમિત્તે કરાતી સૂત્રની) વાચના યાને પઠન-પાઠન, (પંક્તિમાં) પૃચ્છા, પૂર્વ પતિનું પરાવર્તન, તથા અનુચિંતન–અનુસ્મરણ અને ચારિત્રધર્મનાં સુંદર અવશ્ય-કર્તવ્ય સામાયિક પડિલેહણાદિ સાધુસામાચારી એ આલબંને છે
અહીં ત્રણે યોગનું સમાધાન લીધું એ સૂચવે છે કે ધાર્મિક કોઈ પણ પ્રતિકમણાદિ કાયિક પ્રવૃત્તિ, યા સ્વાધ્યાયાદિ વાચિક પ્રવૃત્તિ, અથવા તત્વચિંતન કે અનિત્યાદિ ભાવના ચિંતનાદિ માનસિક પ્રવૃત્તિ, સ્વસ્થતાથી શાસ્ત્રવિધિ અનુસાર ચાલતી હેય એમાં ધ્યાન લાગી શકે છે, અને પૂર્વે કહ્યું તેમ જબરદસ્ત પાપકર્મોને શમાવી શકે છે.
આસન” દ્વાર વિચાર્યું. હવે “આલંબન—દ્વારના અવયવઅર્થ બતાવવા કહે છે –
ધ્યાન માટે આલંબન વિવેચન : --પૂર્વ કહેલ જ્ઞાનભાવનાદિ ચાર ભાવનાથી મનને સારું ભાવિત કર્યું એટલે આત્મા એગ્ય દેશ-કાળ-આસનમાં વિવિધ રોગને સ્વસ્થ રાખવા માટે કેળવાય. એ આજ્ઞાવિચય આદિ ધર્મધ્યાનમાં કયા કયા આલંબને ચડી શકે, અર્થાત્ એવી કઈ કઈ પ્રવૃત્તિ રાખે તે એના આધારે ધર્મધ્યાન લાગે એ આલંબને બતાવે છે.