________________
૨૪૬
ધ્યાનશતક એનું પ્રમાણ આકૃતિ વગેરે ચિંતવે. સાથે એમાં ક્યાં કયાં શું શું આવેલું છે એ વિચારે. એમ સર્વત્ર એ દરેક સ્થાને થયેલા અનંત જન્મ-મરણ, એમાં થયેલ આત્માની દુર્દશા ચિંતવવી. તથા, લેકમાં રહેલ અનેકવિધ રૂપી પુદગલ-દ્રવ્ય અને એનાં થયેલા કે થતા વિવિધ ઉપયોગ વિચારવા. એથી વૈરાગ્ય અને સમાધિ પ્રાપ્ત થાય.
(૧૧) ધર્મસ્યાખ્યાત ભાવનામાં ચિંતવવાનું કે અહે ! રાગ-દ્વેષાદિ આંતર શત્રુગણને જીતનારા શ્રી જિનેશ્વરભગવંતે કેવો અનન્ય સુંદર શ્રતધર્મ–ચારિત્રધર્મ બતાવ્યો છે! વિશ્વમાં એને જેટે નથી, એના જેવી સુંદર કેઈ કાર્ય વાહી નથી. એ ધર્મમાં જે રક્ત રહ્યા તે સંસાર-સમુદ્રને સહેલમાં તરી ગયા. આ ભાવનાથી ધર્મ–ઋદ્ધિ વધે.
(૧૨) બધિદુર્લભ ભાવનામાં ચિંતવાય કે,આ જગતમાં મનુષ્યભવ, એમાં વળી ૧૫ કર્મભૂમિમાં જન્મ અને એમાં પણ અનાર્ય દેશે નહિ કિન્તુ આર્યદેશે જન્મ, એમાં ય નીચકુળે નહિ પણ ઉત્તમ આર્યકુળમાં જન્મ, ને એમાં ય અખંડ પાંચ ઈન્દ્રિય, આરોગ્ય, તથા એના ઉપરાંત દીર્ઘ આયુષ્ય, એ ઉત્તરોત્તર એકેક દુર્લભ છે, પ્રાપ્ત કરવા બહુ મુશ્કેલ છે. અરે ! એ મળી ય જાય છતાં એમાં સારા કુળ-સંસ્કાર, ને સંતસમાગમની રુચિ મળવી મુશ્કેલ; એમાં ય તેવા શુદ્ધ ઉપદેશક સંતપુરુષ મળવા કઠિન, અને એ ય મળવા છતાં એમની પાસે શુદ્ધ ધર્મતત્વનું શ્રવણ પામવું મુશ્કેલ છે. અરે ! આ બધું છતાં બધિ યાને જન ધર્મની પ્રાપ્તિ થવી, હૃદયમાં સ્પર્શના