________________
૧૮
ધ્યાનશતક
નથી, ને આ જ જીવનમાં પ્રત્યક્ષ માનસિક પીડાથી બચાવને લાભ મળે છે;
હવે પ્રત્યક્ષમ શારીરિક પીડાથી બચાવને લાભ બતાવે છે, વિવેચન ધ્યાનથી શારીરિક દુખમાં પીડા નહિ -
ધ્યાનની ધારાથી જેણે ચિત્તને ભાવિત કર્યું છે એ આત્મા એ આત્મ-દષ્ટિવાળો બનેલું હોય છે કે એને ઋતુની ઠંડી ગરમી, યા ભૂખ તરસ કે આક્રોશ પ્રહાર વગેરે શારીરિક દુઃખો આવે છતાં એ દુખની ચિંતા સંતાપમાં તણાઈ જતો નથી; એને એની કશી પીડા એને લાગતી નથી. એટલે એ પિતાના ધ્યાનકાર્યમાં એ નિશ્ચળ રહે છે કે એમાંથી લેશ પણ ચલાયમાન થવાની વાત નહિ. દુઃખની વેદના તો થાય, કિન્તુ એથી જરા ય અરતિ-ઉદ્વેગ નથી કે જેથી એ ધ્યાનમાંથી ચલાયમાન થાય.
શારીરિક દુખેથી પીડિત નહિ થવાનું કારણ એ છે કે એ આત્મા કેવળ કર્મક્ષયાર્થી છે, એને નિજેરાની અપેક્ષા છે, અભિલાષા છે. એણે દવાન આદિ સાધના નિર્જરા માટે તે લીધી છે, પછી નિજા કરાવનાર સારીરિક આપત્તિ આવે એમાં તે એનું મન ખૂશ હાય, એના મનને પીડાવાનું શાનું હોય? શારીરિક દુઃખને તે એ કર્મ-ગુમડાનાં નસ્તરનું દુઃખ સમજે છે, એથી કર્મરૂપી ગુમડા ટળવાનું દેખાય ત્યાં એને લેશ પણ ઉદ્વેગ શાને હોય? ધ્યાન વારંવાર કરીને ચિત્તને એથી ભાવિત યાને રંગાયેલું કરવામાં પ્રત્યક્ષ આ મહાન ફળ નીપજે છે.
આમ, “ફળ” દ્વાર વિચાર્યું. હવે હેલી ગાથામાં ઉપસંહાર કરે છે,