________________
૧૧૩ :
ધર્મધ્યાન - આવા જગતનો સ્વભાવ કે? તે કે જન્મની પાછળ અવશ્ય મૃત્યુ છે. સગાં દુઃખ માટે નીવડે છે. ધન અશાંતિ કરાવે છે. જગતની એવી કઈ ચીજ નથી કે જે આપદા માટે ન થાય. આમ છતાં ખેદની વાત છે કે લોકો આના ભાન વિનાના છે. જે ભાન હોય તો તે જન્મ સગાં અને ધનથી અર્થાત કાયા-કુટુંબ-કંચનથી વૈરાગ્ય પામી જાય.
કેમકે કાયા જન્મી એટલે મોત પામવાની જ; અને રંગરાગથી ભયંકર પરલોક સર્જવાની. પછી એની બહુ માયા અને સાસરવાસર શા? મત નથી આવ્યું ત્યાં સુધી એની પાસે તે ભારે ત્યાગ-તપ-સાધના કરાવી લેવાની હોય, એના બદલે એ રંગરાગ-ભેગ અને એદી–આરામીપણામાં વેડફાઈ એક દિ એકાએક ઝુંટવાઈ જાય એ કેટલું દુઃખદ?
સગાવહાલાથી સુખ લાગે છે, પણ એ ખરેખર તો કષ્ટકલેશ-આપત્તિ માટે થાય છે, સગાને કારણે જ કેટલા ય કષ્ટમય ધંધા વહેવાર વગેરે કરવા પડે છે. એ રીસાતાં, બિમાર પડતાં કે આપત્તિમાં આવતાં ભારે દુઃખ થાય છે. તે એવા સગામાં મોહેવાનું શું?
એમ ધન અશાંતિ માટે થાય છે, ધન કમાવવા માટે, કમા : ચેલાને સાચવવા માટે, અને કરકસરથી ભેગવવા માટે મનને કેટલી ય ચિંતા કરવી પડે છે. ધનના કારણે જ મનને અશાંતિ રહ્યા કરે છે. એવા ધન પર શા આંધળા રાગ કરવા હતા? એનું ભાન હોય તો એનાથી વિરક્ત થઈ એને સદુપયોગ અને સત્યાગ પણ બની આવે. દુનિયાની ચીજવસ્તુ માલ-મેવા હાટ-હવેલી વગેરે બધું ય ધન છે, ને એ અશાંતિ માટે થાય છે.