________________
આર્તધ્યાન
સમ્યક ચારિત્રની પ્રાપ્તિ અને સાધના કરાવવા દ્વારા મિક્ષદાતા બને છે, તેથી એને મોક્ષસાધન કહેવાય જ છે.
આત અને રૌદ્રધ્યાનને ભવનાં કારણ કહ્યાં. “ભવ' એટલે જેમાં છ કર્મને વશ પડેલા હોય છે તે, અર્થાત સંસાર. એનાં કારણભૂત આર્તા અને રૌદ્ર. ગાથામાં તે સામાન્ય “ભવ” શબ્દ મૂક્યો, પણ એને વિશેષ બેધ વ્યાખ્યાનથી થાય એ હિસાબે અહીં “ભવ' શબ્દથી ચારે ગતિ નહિ લેતાં તિર્યંચ અને નરકગતિ લેવાની છે. આવી વ્યાખ્યાનું કારણ એ કે (૧) એક તો અન્યત્ર ઉપયુક્ત શ્લેકમાં કહ્યું તેમ આ બે દુનનાં એ ફળ કહ્યાં છે, વળી (૨) બીજું એ કે આ જ ગ્રંથકાર આગળ જઈને દરેક ધ્યાનનું વિશેષ ફળ બતાવતાં આર્તનું તિર્યંચગતિ અને રૌદ્રનું નરકગતિ ફળ બતાવે છે. તેમ જ (૩) ત્રીજું એ કે મનુષ્ય અને દેવગતિ જેવી સદ્ગતિ આવા અશુભ ધ્યાનનું ફળ હેય નહિ માટે અહીં “ભવ” શબ્દથી તિયચનરક ગતિ લેવાની.
અહીં સુધી ધ્યાનસામાન્યની વાત કરી. હવે “યથાશે નિર્દેશ” અર્થાત “જેવું સામાન્યથી સામૂહિક પ્રતિપાદન તે પ્રમાણેના ક્રમથી વિશેષરૂપે વર્ણન હેય” એ ન્યાયે બતાવેલ ચાર પ્રકારના ધ્યાનમાંથી પહેલા આર્તધ્યાનના વર્ણનને અવસર છે. માટે એનું વર્ણન શરૂ કરે છે.
આ પ્રકરણમાં અત અને પૌદ્ર ધ્યાનને વિચાર ૫ દ્વારથી અને ધમ્ય–શુકલ ધ્યાનને વિચાર ૧૨-૧૩ દ્વારથી