________________
૨૩૮
ધ્યાનશતક
હવે શુકલધ્યાનના આદ્ય બે પ્રકારના ધ્યાતા પૂણ સમાન રીતે આ જ અપ્રમાદી વગેરે છે, એટલે આગળ પર શુકલ ધ્યાનના નિરૂપણ વખતે એમને ફરીથી એમ ન વર્ણવવા પડે તેથી લાઘવ માટે અહીં જ પ્રસંગવશ એમને બતાવવા કહે છે,
વિવેચન :- ૧લા ૨જ શુકલધ્યાનના અધિકારી - - પહેલા બે પ્રકાર “પૃથકત્વવિતર્ક-સવિચાર અને એકવિતર્કઅવિચાર” શુક્લધ્યાનના અધિકારી પણ અપ્રમાદી તથા ઉપશામક વગેરે છે. એ ધર્મધ્યાનમાં આગળ વધતાં શુકલધ્યાન પણ થઈ શકે છે. માત્ર એ પૂર્વના જ્ઞાતા હોવા જોઈએ.
માષતુષ મુનિને શુકલધ્યાન કેમ?
પ્ર–માષતુષમુનિ મરુદેવામાતા જેવાને પૂર્વશાસ્ત્રનું જ્ઞાન ક્યાં હતું? તે શું એમને શુકલધ્યાન નહિ? ન હોય તે કેવળજ્ઞાન કેમ થયું?
ઉ૦-એમને શુકલધ્યાન આવેલું કેમકે એ વિના અસંખ્ય જન્મના એકત્રિત થયેલા જ્ઞાનાવરણીયાદિ ઘાતી કર્મ સઘળાં જ એકસાથે નાશ પામી શકે નહિ. પરંતુ તે ધ્યાન એમને રાતમાં અપ્રમત્ત ગુણસ્થાનક વખતે નહિ કિન્તુ પછીથી એના ઉપરના ગુણસ્થાનકમાં આવેલું. કષાયની અત્યંત મંદતા અને સામર્થ્ય ના પ્રભાવે તથાવિધ જ્ઞાનાવરણ કર્મને પશમ થઈ જવાથી, સૂત્રથી નહિ પણ, અર્થથી “પૂર્વ શાસ્ત્રનું જ્ઞાન યાને પૂર્વશાસ્ત્રમાં કહેલ સૂક્ષ્મ પદાર્થનું જ્ઞાન પ્રગટ થઈ જાય છે. હિતુ તે સાતમાથી ઉપર ગયા પછી. એટલા જ માટે અહીં ટીકાકાર મહર્ષિ સ્પષ્ટતા કરે છે કે “પૂર્વધર' વિશેષણ પૂર્વ
યાગના જ આવેલું: "
થ