________________
ધ્યાનશતક
વિચય ધર્મધ્યાન બને. ખાલી આવા પદાર્થના ચિંતનમાંય આ તાકાત છે.
કસ્થિતિને ચિંતવે. એ એવી રીતે કે લેકસ્થિતિ અર્થાત્ લેકની વ્યવસ્થા મર્યાદા, એને વિધિ એટલે પ્રકાર, એટલે કે લેકમાં જ્યાં જે જે પૃથ્વી, પર્વત, સમુદ્ર, વિમાન વગેરે વ્યવસ્થિત જે જે પ્રકારે ગોઠવાયેલ છે, ત્યાં તે તે આકાશ વાયુ વગેરેમાં પ્રતિષ્ઠિત છે. દા. ત. ઉપર સિદ્ધશિલા લેના મથાળે વ્યવસ્થિત છે, તે કોના આધાર પર છે? આકાશના આધાર પર, કેમકે એની નીચે માત્ર આકાશ છે. જેમ પર્વત નીચે ભૂમિ હાય, એમ એની નીચે ભૂમિ નથી. એવી રીતે અનુત્તર રૈવેયકાદિ વિમાનો પણ આકાશમાં જ અદ્ધર રહેલા છે. એમ તનવાત આકાશમાં અવસ્થિત છે. વિમાન વગેરે અદ્ધર કેમ રહી શકે ? :
પ્રવર્તે શું એ આકાશમાં નીચે ન પડી જાય? અદ્ધર કેમ રહી શકે ?
ઉ-આકાશમાં અદ્ધર રહેલ છે, એ હકીકત છે. સૂર્ય ચંદ્ર આકાશમાં એ રીતે રહેલા દેખાય જ છે ને ? કેમ રહી શકે છે? એને ખુલાસે એટલે જ કે તથાસ્વભાવે. એવી એવી શાશ્વત કાળની પરિસ્થિતિ છે, વત્સ્વભાવ છે, લેકસ્થિતિ છે, કે એ એમજ રહે. જે આકાશના બદલે બીજે આધાર હોવાને આગ્રહ રાખીએ, તે પાછે સવાલ એ આવીને ઊભો રહે કે એ આધાર કેને આશ્રય કરીને રહેલ છે?.... એમ પ્રશ્ન કરતાં કરતાં છેવટે છેલ્લે આધાર આકાશમાં જ રહ્યાનું માનવું પડે