________________
ધર્મધ્યાન
૧૦૩ છે?” કહ્યું, “વિદ્યા સાધું છું.ચેર કહે, લે આ બધું દ્રવ્ય, વિદ્યા મને આ૫ શ્રાવકને ફળની શંકા (વિચિકિત્સા) થઈ તેથી ધન લઈ વિવા આપી. –“શ્રાવક તે કીડી મારવાનું ય પાપ ન ઈછે. માટે આ વિદ્યા ખોટી ન હોય, એમ વિચારી શ્રદ્ધાથી એ સાધી, આકાશે ઊડ્યો. સવારે સિપાઈઓએ શોધતાં શ્રાવકને માલ સાથે પકડી મારવા લીધો. ચેરે આકાશમાંથી સિપાઈ એને ભય પમાડી શ્રાવકને છોડાવ્યો. બંનેને શ્રદ્ધા થઈ. એમ ધર્મના ફળ સંબંધમાં વિચિકિત્સા નહિ કરવી.
વિચિકિત્સાને બીજો અર્થ “સાધુના મલિન ગાત્રવની દુર્ગાછા.” “સાધુ ઉત્તમ, પણ જરા અચિત્ત પાણીથી ચેખાઈ રાખે તે શો વધે?” આ દુગછા ન કરાય. કેમકે સાધુ તે સુબુદ્ધ છે, સંસારના સ્વભાવને જાણનારા છે, ને તેથી જ સર્વ સંગના ત્યાગી છે. એ બાલિશ સ્નાનાદિ–ચેખાઈમાં ન પડે. “બાલિશ” એટલા માટે કે શરીર મૂળે અશુચિભર્યું છે, અશુચિવહેતું છે. એને સ્નાનથી ચેખું થયું માનવું ભ્રમણા છે. વળી સ્નાન એ કામનું અંગ છે. માટે ય સ્નાન ન કરે. તે એમની દુગંછા ન થાય.
એક શ્રાવકની પુત્રીના લગ્ન વખતે ઘરે સાધુ આવ્યા. બાપ કહે, “દીકરી! મહારાજને વહેરાવ. પેલીને સાધુનાં મલિન ગાત્ર દેખી મનમાં દુર્ગછા થઈ“કેવા મેલા? ભગવંતે ધર્મ તે નિરવદ્ય (નિષ્પા૫) કહ્યો, પણ એમાં જરા સ્નાન કર્યું હોત તે શે દેષ લાગવાને હતે?” આ દુગંછાથી ઘેર કર્મ બાંધી મરીને ગણિકાના પેટે ગઈ. ગણિકાને ભારે ઉદ્વેગ, તેથી ગર્ભપાતના