________________
આર્તધ્યાને કર્મબંધ-સંક્રમણાદિ અને કુસંસ્કાર ઊભા થાય છે. (૨) પાછી વસ્તુ કે વ્યક્તિ, મારા કષાય છતાં, નય સુધરે, ને પિતાના રહે જ કામ કર્યું જશે એટલે કષાય માથે પડશે. (૩) સામી વ્યક્તિને મારા કષાયથી કષાયની ઉદીરણા થશે, બિચારાને અશુભ કર્મબંધ વધશે. (૪) મારે પણ ભવિષ્યમાં આ કર્મ–કુસંરકર ઉદયમાં આવતાં ત્યાં આત્માની પરિરિથતિ વિષમ બનશે, નવાં પાપ ઉપજાવશે.” વગેરે. (૧) સમ્યક સહી લેનારને આર્તધ્યાન નહિ?
આમ અનેક રીતે તત્વને પકડીને જગતની ત્રિકાળઅવસ્થાનું મનન કરે તે મુનિ કહેવાય. એ વેદના-બીમારી આવે ત્યારે આ ન આવવી એ કાંઈ મારી ઈચ્છાની કે મારા હાથની વસ્તુ નથી, પરંતુ મારા પિતાનાં પૂર્વોપાર્જિત કર્મના ઉદયનું પરિણામ વેદના છે. કારણ હોય એટલે કાર્ય થાય. કર્મ હતા તો રેગ આવે જ. એમ બીમારી અને કર્મવસ્તુના સ્વભાવ પર મન લગાડે. એટલે જ એ મધ્યસ્થ રહે, ન શરીરના રાગમાં તણાય કે ન બીમારી પ્રત્યેના શ્રેષમાં. એથી એને વેદનાને ચિત્તસંતાપ ન થાય, આર્તધ્યાન ન થાય. એ તે પૂર્વ મહર્ષિનું આ વચન બરાબર નજર સામે રાખે કે – કર્મની અકાટચતા અંગે મહર્ષિ વચન
'पुव्विं खलु भो ! कडाणं कम्माणं दुच्चिण्णाणं दुष्पडिकंताणं वेयइत्त मोक्खो, नत्थि अवेदयित्ता, तवसा वा झोसइत्ता ।'
અર્થાત “હે મહાનુભા! પૂર્વે દુષ્ટ મનથી કરેલાં