________________
ધ્યાનશતક
(૧૧) પ્રમાદમાં તત્પર હોય, “મજ વિસય કસાયા નિદ્રા વિગહા ય પંચ પમાયા, એ વચનથી દારૂ વગેરેનું વ્યસન, શબ્દાદિ વિષયેનું આકર્ષણ, ક્રોધાદિ કષાયે, નિદ્રા અને રાજકથા-લેજનકથા વગેરે વિકથા એ પાંચ પ્રમાદ છે,–એમાં લીન રહે, એને પણ આર્તધ્યાન થયા જ કરે છે. દા. ત. ઉપલક જોતાં એમ લાગે. છે કે “અમે ભેજનની છે એવી કોઈ વાત કરી એમાં આધ્યાન શું?” પરંતુ આ અજ્ઞાનતા છે. આની પાછળ ભેજનના ઈષ્ટ અનિષ્ટની કલ્પના વળગેલી જ છે, એટલે હેજે એ આર્તધ્યાન કરાવે જ,
(૧૨) જિનવચનની બેપરવાઈ રાખે એ પણ આર્તધ્યાનમાં રમતું રહે છે.
પ્રવે-સદ્ધર્મપરામુખી,કહ્યા પછી આ કહેવાની શી જરૂર પડી?
ઉ૦-જરૂર એ કે “સદ્ધર્મપરામુખ” તે ન હેય, કમમાં કમ જીવનમાં સદ્ધર્મનાં જિનવચનની શ્રદ્ધા કરતો હોય, એટલી સન્મુખતા હોય, પરંતુ બીજી બાજુ અર્થ-કામમાં એવો ફસેલો. રહે કે સદ્ધર્મ સાધવાનું બાજુએ રહે. તેથી પણ એ આર્તા ધ્યાનમાં ડૂબે છે. સાગરચંદ્ર શેઠ જિનમૃતિ ભરાવનાર, અને જિનવચન તરફ આકર્ષણ પામનારો બને, છતાં વેપાર-ધંધામાં એ ફૂખ્યા રહ્યો કે એથી આર્તધ્યાનમાં રમતે રહેવાથી તિય - ગતિનું આયુષ્ય ઉપાઈ મરીને જિતશત્રુ રાજાના ઘોડા તરીકે અવતાર પામે; જેને ત્રિલોકનાથ મુનિસુવ્રત ભગવાને આવી પ્રતિબંધ પમાડયો. ક્ષણવારનું પણ આવું આર્તધ્યાન જીવને ભૂલો પાડી દે છે. ભગવાન પાર્શ્વનાથને જવ પ્રથમ ભવે મરુભૂતિ જિનવચનને આદર કરનાર અને શ્રાવકધર્મ સુંદર