________________
માયાન
હવે સમ્યકત્વ પામેલા અર્થાત્ સમ્યગ્દષ્ટિ છ બે જાતના હાય, વિરતિધર અને અવિરતિધર. એમાં જેમને ચેડા પણ પાપત્યાગની દા. ત. “હું ત્રસની હિંસા નહિ કરું, ઈત્યાદિ પ્રતિજ્ઞા નથી એ અવિરતિ-સમ્યગ્દષ્ટિ કહેવાય. એમને “પાપને ત્યાગ કરવો જ જોઈએ.” એવી શ્રદ્ધા છે, છતાં એ કરવાની હિંમત નહિ, તે અવિરતિમાં છે. એ સૂચવે છે કે હિંસા–પરિગ્રહાદિ પાપ તરફ ખેંચાણ હજી ઊભાં છે, એવી અવિરતિ પણ આર્તધ્યાનને પ્રેરે. એમાં નવાઈ નથી.
એમ દેશવિરતિ એટલે કે જેણે દેશથી યાને અંશથી વિરતિ કહી છે, એને પણ બાકીની અવિરતિ ઊભી છે, એ આર્તધ્યાનને પ્રેરે છે.
પ્ર–તે એને અર્થ એ કે સર્વાશે વિરતિ કરી લે તે પછી આર્તધ્યાન ન રહે ને?
ઉ–ના, એમાં પણ જે પ્રમાદ હેય તે આર્તધ્યાન સુલભ છે. સર્વવિરતિધર બે જાતની સ્થિતિમાં હોય. ૧. પ્રમાદવાળા. અને ૨. પ્રમાદરહિત. એમાં રાગ, દ્વેષ, નિદ્રા, વિકથા, ધર્મમાં અનુત્સાહ, અજ્ઞાન વગેરે પ્રમાદ–અવસ્થામાં આર્તધ્યાન થાય છે, ઝીણે પણ પ્રમાદ આર્તધ્યાનને સુલભ બનાવે છે. કેમકે એ. પ્રમાદ કેઈ ને કઈ ઈષ્ટસંગનાં આકર્ષણ યા અનિષ્ટ વિયેગની ચિંતા કે વેદના સાથે સંકળાયેલું હોય છે, પછી આર્તધ્યાન કેમ ન ઊઠે?
બસ, આ હિસાબે પ્રમાદરહિત યાને અપ્રમત્ત અવસ્થા હોય ત્યારે આર્તધ્યાનથી છૂટકારો મળે. એટલે કહ્યું કે-અપ્રમત