________________
આર્તધ્યાન
૬૩ પ્રવૃત્તિ, વાણુ-વિચાર-વર્તાવરૂપ ચાલ્યા વિના રહેતી નથી. એમ મદ્યાદિ વ્યસન નિદ્રા, નિંદા-વિકથા-કુથલી પણ સુલભ બને છે. વળી ક્રિયાના ખેદ ઉગ વગેરે દેશે પણ સેવાતા રહે છે. આ બધે પ્રમાદ જ છે. એનું મૂળ છે આર્તધ્યાન. આર્તધ્યાનથી હદય અગાડાય છે તેથી પ્રમાદસેવન ચાલે છે.
આમ, આર્તધ્યાન ભલે ઊઠે રાગ-દ્વેષ-મેહમાંથી, એટલે ત્યાં રાગાદિ પ્રમાદ એ કારણ અને આર્તધ્યાન એ કાર્ય થયું. કિન્તુ આધ્યાન વારંવાર ચાલે એટલે સહજ છે કે એથી એ બધી પ્રમાદપ્રવૃત્તિ રહ્યા જ કરવાની. આ હિસાબે અહીં આર્તધ્યાનને સર્વ પ્રમાદનું મૂળ કહી એને વજવાનું કહ્યું. આર્તધ્યાન બંધ કરી ધર્મધ્યાન ચલાવાય તે હૃદય પવિત્ર રહેવાથી પ્રમાદસેવન અટકી જાય. આટલી આર્તધ્યાનની વિચારણા થઈ