________________
શુકલધ્યાન
इय सम्वगुणाधाणं दिद्वादिसुहसाहणं जाणं । सुपसत्थं सद्धेयं नेयं झेय च निच्चपि ॥ १०५ ॥
અર્થ:–આ પ્રમાણે ધ્યાન એ સકલગુણાનું સ્થાન છે, દષ્ટ અદષ્ટ સુખનું સાધન છે, અત્યંત પ્રશસ્ત છે, માટે એ સર્વકાળ શ્રદ્ધય છે, જ્ઞાતવ્ય છે, અને યાતવ્ય છે. વિવેચન –શ્રદ્ધા-જ્ઞાન-ક્રિયાથી નિત્યસેય ધ્યાન –
શુભ ધ્યાનની ઉક્ત દ્વારથી વિચારણા કરી. એ પરથી ફિલિત થાય છે કે ધ્યાન સમસ્ત ગુણાનું સ્થાન છે. દા. ત. પહેલું તે, ધ્યાન માટેની ભૂમિકારૂપ જે ભાવના બનાવી એમાં જ્ઞાન-દર્શન–ચારિત્ર અને વૈરાગ્યના અનેક ગુણનું પોષણ થાય છે. પછી ધ્યાન અંગેના આલંબનેમાં વાચનદિ અને ક્ષમાદિના અનેક ગુણોને અવકાશ મળે છે. એવું એના ધ્યાતો જે આજ્ઞાવિયાદિ, એ ધ્યાતવ્યના ધ્યાનમાં જિનવચન-રુચિ–બહુમાન આદિ અનેક ગુણોનું પોષણ થાય છે. ત્યારે ધ્યાનના અધિકારી ધ્યાતા બનવામાં તેમજ અનુપ્રેક્ષાર્થ ધ્યાનથી ભાવિત બનવામાં પણ અનેકાનેક ગુણેને સ્થાન મળે છે. એમ થાનીની પ્રશસ્ત લેશ્યા અને લિંગોમાં તે સ્પષ્ટતયા અદ્ભુત ગુણેનું જ સમર્થન થાય છે. સારાંશ, ધ્યાન એ સકલ ગુણેને અવકાશ આપે છે.
ધ્યાન એ ગુણની સાથે દુષ્ટ-અદષ્ટ સુખેને પણ અવકાશ દે છે. “ફલ” દ્વારમાં ધર્મધ્યાન શુક્લધ્યાનમાં જે ફળ બતાવ્યા, વિપુલ શુભાશ્રવ-સંવર–નિર્જર-અમર સુખેથી માંડી યાવત્ છેલ્લે
જે માનસિક-શારીરિક દુઃખને અંત બતાવ્યું, એથી ધ્યાનથી -પરોક્ષમાં અને પ્રત્યક્ષમાં મહા અનન્ય સુખ હોવાનું સૂચવ્યું.