________________
દયાનશતક
एयं चउन्विहं राग-दोस-मोहाउलस्स जीवस्स।
रोद्दज्झाण संसारवद्धणं नरयगइमूले ॥ २४ ॥ અથ– આ ચાર પ્રકારનું રૌદ્રધ્યાન રાગ, દ્વેષ અને મોહથી વ્યાકુળ જીવને થાય છે. એ સંસારની વૃદ્ધિ કરનારું અને નરકગતિનું મૂળ છે, નિબ્ધ છે, અકલ્યાણ કરનારું છે. એ સહેજ વધુ ટકે કે વધુ ઉગ્ર બને તે સંભવે છે, હૃદયમાં અનંતાનુબંધી કષાય ઊઠીને જીવને નીચે મિથ્યાત્વે ય ઘસડી જાય.
રોદ્રધ્યાનનું ફળ અને શ્યાઃ હવે એ રૌદ્રધ્યાન કેવા બળ પર થાય અને તેથી શું વધે તથા કઈ ગતિ થાય એ બતાવે છે,– વિવેચનઃ રૌદ્રના મૂળમાં રાગ-દ્વેષ-મહ.
જે જીવ રાગથી કે દ્વેષથી યા મોહમૂઢતા-મિથ્યાજ્ઞાનથી વિશેષ આકુળ વ્યાપ્ત થાય, એને આ ચાર પૈકી ગમે તે પ્રકારનું રીદ્રધ્યાન જાગે છે. જાણે જ એ નિયમ નહિ, પરંતુ બહુ રાગ-દ્વેષ–મેહની પીડા ઊભી થઈ તે રૌદ્રધ્યાનને જાગવાની સગવડ થઈ. મમ્મણને ધનના બહુ રાગની પીડા રહી. અગ્નિશર્માને પછીના ભામાં સમરાદિત્યના જીવ પ્રત્યે બહુ શ્રેષની પીડા રહી, અને સુભૂમ ચકવતી બહુ મૂઢ બને, તે એ બધામાં રૌદ્રધ્યાન આવ્યું. માટે ચિત્ત જે બહુ રાગ-દ્વેષ કે મેહથી પકડાઈ ગયું, તે પછી એના વિષય અંગે હિંસા–જૂઠ-ચોરી–સંરક્ષણના ક્રૂર ચિંતનમાં ય મન તન્મય બનવા સંભવ, અને તેથી રૌદ્રધ્યાન