________________
વ્યાના
सासु मावा मुमओ जं देस-काल-चेमा । वरकेवलाइलाथं पता बहुसो समियपावा ॥४०॥
અર્થ:- (દેશ-કાળ-આસનને નિયમ નથી, કારણ કે મુનિએ બધી ય દેશ-કાળ-શરીરાવસ્થામાં રહ્યા પાપને શમાવીને અનેકવાર પ્રધાન કેવળજ્ઞાનાદિને પામ્યા છે. રખાય છે તેમ લાંબા ટૂંકા સુવાના આસને રહીને પણ કરાય. અત્યંત બિમાર પથારીવશ હેય તે શું કરે? એ સુતા સુતાં પણ ધ્યાન કરી શકે. પરંતુ સાજે સારે તેમ કરવા જાય તે પ્રમાદ-નિદ્રા-ઝોકામાં જ ઉતરી જાય. ધ્યાન અખ્ખલિત અખંડ ને અર્થ જ એ છે કે જેમાં ન તે કેઈ વચ્ચે વિક્ષેપ આવે, યાને બીજા વિચારમાં મન તણાય, યા ન તે પ્રમાદનિદ્રા આવે.
ધ્યાન માટે બીજાઓ તે ગુફા વગેરે સ્થાન જ, દિવસરાતને અમુક જ સમય, તથા અમુક જ પદ્માસન વગેરે જરૂરી બતાવે છે, અને તે વિના ધ્યાન થઈ જ ન શકે એમ કહે છે તે અહીં કેમ સ્થાન-કાળ-આસનને નિયમ ન બાં? એના ખુલાસામાં કહે છે -
વિવેચન - ધ્યાન માટે દેશ-કાળ-આસનને નિયમ ન બાંધવાનું કારણ એ છે કે મુનિએ અઢી દ્વીપના બધા ય સ્થાનમાં, બધા ય દિવસ-રાતના કાળમાં, અને કઈ પણ ચેષ્ટા-પ્રવૃત્તિશરીરાવસ્થામાં પાપ શમાવીને કેવળજ્ઞાનાદિ પામ્યા છે. કેવળજ્ઞાન પામવાનું દયાન વિના તે બને જ નહિ, કેમકે કઠેર તપ તપીને પણ અમુક જથાબંધ કર્મક્ષય થયા પછી પણ જે ઘાતકર્મનાં પાપ બાકી રહે છે તેને તોડવાની તાકાત એકમાત્ર ધ્યાનમાં છે.