________________
ધર્મધ્યાન
૨૪૭ થવી, એ ચીજ અત્યંત મોંઘી છે, તેમ એ વિના આત્માને ઉદ્ધાર નથી. તે ૧૪ રાજકમાં કર્મવશ અને મહઘેલા જીની દશા જોતાં એવી સુદુર્લભ બધિ અહીં અતિ સુલભ થવાના સંગમાં હું કેમ એને અપનાવતા નથી ? એમાં તે પછી ભવાંતરે એ કેટલી ય અતિ સુદુર્લભ બને ?
દયાનધારા તૂટતાં આ પ્રમાણે તરત જ આ ૧૨ ભાવ નામાં ચિત્ત લગાવી દેવાનું, પ્રશ્ન થાય –
૧૨ ભાવનાથી શું લાભ? ઉત્તર એ છે કે એથી એક લાભમાં જગતના સચિત્તઅચિત-મિશ્ર પદાર્થ ઉપરની આસક્તિ-મમતા-રાગ તૂટે, અનાસક્ત દશા આવે, અને બીજા લાભમાં ભવનિર્વેદ થાય, વધતું જાય. દા. ત. (૧) અનિત્યભાવનાથી “સચિત્ત' યાને પત્નીપુત્રાદિ ચેતન, પદાર્થ, “અચિત્ત' અર્થાત્ પૈસા-માલ-મિલ્કત આદિ, ‘મિશ્ર એટલે અલંકારસહિત સ્ત્રી આદિ સૌ અનિત્ય, ઊઠીને ચાલતા થનારા, એમ બરાબર ભાવતાં સહેજે એના પરની આસક્તિ કપાય. એમ (૨) અન્યત્વભાવનાથી પિતાની ખુદ કાયા ય અન્ય યાને નિરાળી લાગવાથી એના પરથી પણ આસક્તિ ઊઠે. એમ બારે ભાવનાથી વિશ્વના સમસ્ત ચરાચર પદાર્થને પક્ષપાત આસક્તિ તૂટે, તૂટતી આવે, અને સંસાર આવા બધા અનિત્ય આદિ પદાર્થનો જ ભરેલે હાઈ એના પર નફરત થાય, અરુચિ અકળામણ થાય. જેમ જેમ પેલી આસક્તિ વધુ કપાય, તેમ તેમ સંસાર અને સંસારના દયિક ભાવે પર અલિપ્તતા વધતી જાય મુનિ ધર્મધ્યાનથી સ્યુત