________________
૨૧૬ , ,
ધ્યાનશતક માટે નહિ, કે આદિ માનવા જતાં એની પહેલા, માનવું પડે કે, સંસાર નહિ, અર્થાત્ આત્મા તદન શુદ્ધ. તે પછી સવાલ થાય કે એવા આત્મા પર એકાએક સંસાર થવાનું કારણ શું? કારણ વિના કાર્ય બને નહિ એ સનાતન સિદ્ધાન્ત છે.
પ્રક-કોઈક કાર્ય એમજ થયું એવું ન બને?
ઉ૦-જે આદિ કાર્ય એમજ થયાનું માને તે પ્રશ્ન થાય કે (૧) એ ત્યારે જ કેમ શરૂ થયું? પૂર્વે અગર પછી કેમ નહિ? વળી (૨) શુદ્ધને ય જે સંસાર શરુ થતું હોય તે ભવિષ્યમાં મેક્ષ પામ્યા પછી પણ પાછો સંસાર શરૂ થવાને ભય કેમ નહિ ? કાર્ય કારણથી જ થવાનું માનનાર તે કહી શકે કે જીવ અત્યંત શુદ્ધ થયા પછી કારણ નહિ રહેવાથી હવે કદી એને સંસાર નહિ બને. ત્યારે પૂર્વે તે જ્યારે પૂછે કે “ત્યાં સંસાર કેમ?” તે કહેવાય કે એની પૂર્વનાં કારણેને લીધે. એમ પૂર્વે પૂર્વે કારણ હોય જ; એટલે સંસારને પ્રવાહ અનાદિને ચાલુ છે, એમ સિદ્ધ થાય છે.
ત્યારે કેઈ જીવના સંસારને તે અંત થાય છે, પરંતુ સમગ્ર રૂપે જોતાં જ અનંતા અનંત કાળ સુધી અશુદ્ધ રહે. વાના છે, તેથી સંસાર અનંત છે. - પ્ર–કયારે ય સંસાર ખાલી ન થાય?
ઉ૦- ના, જી એવા અનંતાનંત છે કે ક્યારે ય એ બધા જ મોક્ષમાં ઊપડી જવાના નહિ. આ સમજવા માટે એટલે જ વિચાર બસ છે કે આજ સુધીમાં કાળ કેટલ ગે? મર્યાદાઆંકડે નહીં બાંધી શકાય કે આટલે ગયે; કેમકે કાળની આદિ નથી કે અમુક સમયથી કાળ શરુ થયે. તેથી જેમ કાળ આદિ.