________________
૧૮૦
ધ્યાનપાતક
-દિ-ઉપસા-S[મામિ દુહાપુરા जोगाणुभावजणिय कम्मविवाग विधि तेज्जा ॥ ५१ ॥
અર્થ - પ્રકૃતિ-સ્થિતિ-પ્રદેશ–અનુભાવના વિભાગથી ભિન્ન ભિન્ન, (એ દરેક પાછા) શુભ અશુભના વિભાગથી ભિન્ન ભિન્ન, તથા પગ ને કષાયાદિથી ઉત્પન્ન કર્મવિપાકને ચિંતવે.
વિવેચન –“વિપાકવિચય” નામના ત્રીજા ધર્મધ્યાનમાં આત્મા પર બંધાતા કર્મોની પ્રકૃતિ–સ્થિતિ-રસ-પ્રદેશના વિપાકનું ચિંતન કરવાનું છે.
પ્રકૃત્તિ-સ્થિતિ-પ્રદેશ – અનુભાવઃ-એમાં “પ્રકૃતિ એટલે જ્ઞાનાવરણ, દર્શનાવરણ વગેરે કર્મોના જે ૮ મૂળ પ્રકાર, તથા દરેકના ઉત્તરભેદ, એનો સ્વભાવ દા. ત. વિપાક વખતે જ્ઞાન શેકવું, દર્શન અટકાવવું વગેરે છે. “સ્થિતિ એટલે કર્મોનું આત્મા પર વળગ્યા રહેવાનું કાળમાન. તે જઘન્યથી બે સમય યા અંતમુહૂર્ત હોય, ઉત્કૃષ્ટથી ૭૦ કેડીકેડી સાગરોપમ હેાય, વિપાકમાં આટલી કાળસ્થિતિ ભેગવવી પડે. “પ્રદેશ” એટલે જીવના પ્રદેશ પ્રદેશ (સૂક્ષમ અંશ) સાથે કર્મ પુદ્ગલના અમુક જથાને સંબન્ધ થશે. એમાં કર્મ પુદગલનાં દળિયા કયાંક વધુ ક્યાંક ઓછા ચેટે છે. અનુભાવ” એટલે વિપાક, રસદય આના વિપાકમાં જ્ઞાનાવરણાદિ સ્વભાવની ઉગ્રતા મંદતા અનુ. ભવવી પડે. આ પ્રકૃત આદિના વિપાક ચિંતવવાના છે.
આ પ્રકૃત આદિ શુભ અશુભ બે પ્રકારે હોય છે. દા. ત. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાયર્મ, એ ચારેય અશુભ છે. ત્યારે શાતાદનીય આદિ કર્મ શુભ છે, અને