________________
ધર્મધ્યાન
૨૦૯
સામાન્ય. દા. ત. બીજા પાર્થિવ પદાર્થોની સમાન ઘડે પણ પાર્થિવ છે, તે ઘડામાં પાર્થિવતા એ સામાન્ય કહેવાય, ત્યારે બીજાઓથી જુદાઈ એ વિશેષ. દા. ત. એજ ઘડામાં ઘડાપણું એ બીજા પાર્થિવ કુંડા આદિ પદાર્થોથી જુદાઈ છે, માટે એ ઘડા.. પણું ઘડાનું વિશેષ સ્વરૂપ કહેવાય, વળી બીજા ઘડાની સમાન આમાં પણ ઘડાપણું એ તે સામાન્ય. પણ અન્ય ઘડાની, અપેક્ષાએ આમાં અમુકથી જ બનવાપણું, અમુકની જ માલિકી, અમુક સ્થાને જ રહેવાપણું, વગેરે ધર્મો જુદા; તેથી આ ધર્મો એ આ ઘડાનું વિશેષ સ્વરૂપ કહેવાય. બસ, વસ્તુને વિશેષરૂપે જુએ તે વિશેષ પગ, સાકાર ઉપગ, યાને જ્ઞાન કહેવાય, અને સામાન્ય રૂપે જુએ તેને સામાન્ય પગ, નિરાકાર ઉપગ, યાને દર્શન કહેવાય.
સાકાર ઉપયોગ ૮ પ્રકારે હય, મતિજ્ઞાનાદિ ૫ તથા મતિ-અજ્ઞાન, શ્રુત-અજ્ઞાન, વિર્ભાગજ્ઞાન એ ૩, મળી ૮. (આમાં “અજ્ઞાન” એટલે જ્ઞાનને અભાવ નહિ, કિન્તુ મિથ્યાજ્ઞાન, મિથ્યાષ્ટિનું જ્ઞાન) વનરાકાર ઉપગ ૪ પ્રકારે છે. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, અને કેવળદર્શન. શ્રી તત્વાર્થશાસ્ત્ર (અ. ૨, સૂ– ૯) માં કહ્યું છે-“સ દ્વિવિધષ્ટચતુર્ભેદઃ” અર્થાત્ ઉપગ બે પ્રકારે સાકાર અને અનાકાર, તે કમશઃ ૮ અને ૪ ભેદે હોય છે. આ ઉપયોગ એ જીવનું લક્ષણ. એનું ચિંતન કરે. વળી કાળસિથતિ વિચારે
(૨) કાળસ્થિતિ જીવની અનાદિ અનંત છે, શાશ્વત નિત્ય છે. કયારે ય જવ તદ્દન નવો જ ઉત્પન્ન થયે નથી, તેમ અત્યંત
૧૪