________________
ધ્યાનશતક આમ, ધ્યાન એ ગુણે અને સુખ ભંડાર હેઈ સુપ્રશસ્ત છે, શ્રી તીર્થકર દે અને ગણધર મહારાજાએ અદિથી ધ્યાન સેવાયેલું હોઈ અત્યન્ત શુભ સાધના છે. આવા ઉત્તમ પુરુષે જેને આદરે એની પ્રશસ્તતાનું શું પૂછવું? એટલા જ માટે,
ધ્યાન શ્રધ્યેય છે, રેય છે, ધ્યાતવ્ય છે. “શ્રધ્યેય છે. એટલે કે ધ્યાન સર્વગુણેનું સ્થાન અને દષ્ટાદષ્ટ સુખનું સાધન છે, એ હકીક્તમાં મીનમેખ ફેરફાર નથી – એવી ભાવનાથી શ્રદ્ધા-રૂચિ-આસ્થા-આદર કરવા ગ્ય છે. એટલું જ નહિ પણ ધ્યાનનું સ્વરૂપ જાણવા સમજવા જેવું છે; તેમજ ક્રિયાથી અમલમાં ઉતારવા જેવું યાને ચિંતનથી આચરવા ગ્ય છે.
એમ કરવાથી સગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની આરાધના થાય છે.
આ શ્રદ્ધા-જ્ઞાનપૂર્વક ધ્યાનનું આસેવન પણ એકાદ બે વાર નહિ, કિન્તુ નિત્ય સર્વકાળ કરવા જેવું છે. આટલી ઊંચી ચીજને શા સારુ ક્ષણ પણ પડતી મૂકવી? સતત જ આરાધવી.
પ્ર-એમ તે સર્વકાળ ધ્યાન જ આરાધવા જતાં સંયમ– જીવનની બીજી બધી ક્રિયાઓ કરવાને અવકાશ જ નહિ રહે! સર્વ ક્રિયાઓ ઊડી જશે! . ઉ–ના, ક્રિયાઓ નહિ લેપાય; કેમકે કિયાનું આસેવન વસ્તુસ્થિતિએ ધ્યાનરૂપ છે. એટલે ક્રિયા મૂકીને ધ્યાન કરવાની વાત જ નથી. કિયા કરાય એ જ ધ્યાનરૂપ બને છે. કેમકે ક્રિયામાં મનની એકાગ્રતા એ દયાન જ છે. સાધુને એવી કઈ ક્રિયા નથી હોતી કે જેમાં ધ્યાન યાને ચિત્તની સ્થિરતા ન જામે.