________________
૧૫
વંશના રાજા માટે ભૂલથી પ્રસિદ્ધ થયો લાગે છે. અને તેમ થવાથી તેને મહાવીરને સમકાલીન સમજી લેવામાં આવ્યો હોય એમ જણાય છે. આ ગમે તેમ થયું હોય, પણ સત્ય વાત તો એ છે કે જેનેની અસલ કાળગણનામાં પાલકને સ્થાન નજ મળવું જોઈએ. હું તો એમ ધારું છું કે સીલેનની બૌદ્ધ કાળ-ગણના સાથે પોતાના ઈતિહાસને મળતો રાખવાની ખાતર જેનેએ તેને પોતાની કાળ-ગણનામાં દાખલ કરી દીધો છે અને તેથી તે માત્ર કલ્પનાપ્રસત છે. પરંપરાગત મહાવીરનિર્વાણની તારીખ અને હેમચન્દ્રના ઉલ્લેખ ઉપરથી સૂચવાતી તારીખ વચ્ચે જે સાઠ વર્ષનો વિરોધ આવે છે, તે જોઈ, બૌદ્ધ કાળગણનામાં મેળવી દીધેલી ૬૬ વર્ષની અસંગતિનું સ્મરણ થાય છે અને તેથી આપણને માનવું પડે છે કે એ બન્ને ભૂલેની ઉત્પત્તિ સ્વતંત્ર નથી પણ એક-બીજાની અસરથી–અનુકરણમાંથીથયેલી હેવી જોઈએ. તામિલદેશમાં જેનો કેટલી મેટી સંખ્યાવાળા અને શતિસંપન્ન હતા તે આપણે જાણીએ છીએ; અને તામિલ ભાષાના પ્રાચીન સાહિત્ય ઉપર જૈન ધર્મની કેટલી બધી છાપ પડી હતી, તે ચૌલ(Graul) અને કેલ્ડવેલ (Caldwell ) ના જણાવ્યા પ્રમાણે જાણી શકાય તેમ છે. સીલેનની સામેના દ્વિપકલ્પમાં રહેતા તત્કાલીન જેનો ઉપર કદાચિત બાદ્ધોની અસર થઈ હોય અને તે વખતે તેમણે પોતાના પ્રતિસ્પર્ધી પન્ય પ્રમાણે પિતાની કાળગણનામાં ફેરફાર કર્યો હોય, પરંતુ આ માત્ર આનમાનિક વિચાર છે અને તેથી વધારે લંબાણ કરી હું આની કિંમત ઘટાડવા ઈચ્છતો તથી. - હવે આપણે મહાવીર નિર્વાણ-સમયના વિવેચન ઉપર પાછા ફરી જેઈશું કે હેમચંદ્રની નેધ અનુસાર ઈ. સ. પૂર્વે ૪૬૭ વર્ષે મહાવીર નિર્વાણ થયું હોય તે અસંભવિત નથી. કારણ કે, તે (સમય) ઈસ. પૂર્વે ૪૭૭ વર્ષવાળા બુદ્ધના નિર્વાણ-સમયની સાથે ઘણુ જ સુંદર રીતે બંધ બેસે છે. અને આ સમકાલીનતા હેવી આવશ્યક છે, એમ અમે ઉપરની શોધમાં જજીવી ગયા છીએ.
આ નિર્ણત કરેલા નિર્વાણ -સમયની મહત્તા પરંપરાગત નિર્વાણુ સમય કરતાં કેટલી બધી વધારે છે તે જૈન ઇતિહાસમાંથી મળી આવતા બીજા પ્રમાણે ઉપરથી નકકી થાય છે. આવશ્યક સત્ર નામના એક પવિત્ર જૈન